Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Ravipurti: One-1- One

Ravipurti: એક-1- One

Timeછેલ્લું અપડેટ : 04 May 2025
લાઇવ ટીવીGoogle News
Ravipurti: એક-1- One

 થોડામાં ઘણું

App Store

આંકડાના પરિવારમાં સૌથી વડીલ, વયોવૃદ્ધ, મોસ્ટ સીનીયર અને સ્ટેચસ મોભી એટલે આપણા આ નંબર એક (૧) જીવનપર્યત એમનો સાથ, હૂંફ અને યોગદાનની ચાલો આપણે કદર કરીએ

શૈક્ષણિક કારકીર્દિથી આ નંબર એક અર્જુનનું લક્ષ્યવેધી નિશાન બની જાય છે. પરસનટેન્ટ (%)નું મેઘધનુષ નંબર વનવાળું ભણતર આકાશની રંગોળી ગણાય.

રમતગમતમાં પણ આ નંબર ૧ ઓલિમ્પિકનો ટાર્ગેટ બની જાય છે. ક્રિકેટમાં આ ૧ પાછળનાં બે મીંડા ૦૦..૧૦૦ સદી ક્રિકેટની બ્રાન્ડ વેલ્યુનો ટી.આર.પી. શ્યોર!

ચાંદલાના કવરમાં ૧૧, ૫૧, ૧૦૧, ૫૦૧...એક બ્રાન્ડની પોપ્યુલારીટીનો પડઘો જ છે ને ?

એક સાથે કાનો જોડાતા ૧। સવાયો બને... અને બે કાના ? ૧।। દોઢ ડાહ્યો પણ બનાવે !

આ 'એક' લઈને તો આપણને ગુરૃભક્ત એકલવ્ય મળ્યો, પવિત્ર એકાદશી મળી, સંત એકનાથ મળ્યા અરે સાલમાં એકાવન પણ મળી !


મૂવી ટાઈટલો તો અધધધ ! બરસાતકી 'એક' ભીંજાઈ ગયા ને ? બાત 'એક' રાતકી પછી ? જિંદગીભરનું સંભારણું બની જાય. દુલ્હન 'એક' રાતકી ? આવી અંચઈ ના ચાલે હોં !

'એક' સંતની ફિલસૂફી પણ... એક દિન બીક જાએંગા માટી કે મોલ... એક પ્યારકા નગ્મા હૈ... એક થા ગુલ...

એક ફોરેન રીટર્ન થયો તો વન ! ને પછી ઠંડો પ-વન, રહેવાનું ભ-વન જેમ્સ બોન્ડનો સે-વન... ને જીવન અંતે મોક્ષ પામ્યો તો હે-વન !

જિંદગી હાંફી જાય ત્યારે આ વન... વનવાસનું ઈન્વીટેશન આપે બે એક એકાએક હૂમલો પણ કરે.

આપણે તો એક કોષી જીવ ને ? હાથમાં લઈ લો એકતારો ને પ્રભુને કાનમાં કહી દેવાનું

''હરી તને વાત કહું હું નેક

તારી દુનિયામાં એક સે બઢકર એક.''

- દિલીપ શાહ