Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Mixing lemon juice and glycerin to make a paste and applying it on the face increases the glow

Sahiyar: લીંબુનો રસ અને ગ્લિસરીન ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ગ્લો વધે છે

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: લીંબુનો રસ અને ગ્લિસરીન ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ગ્લો વધે છે
સોર્સ : GSTV

- ચહેરા પરની રૂક્ષ ત્વચા દુર કરવા લીંબુની છાલને સુકવી તેનો પાવડર તૈયાર કરી તેમાં લીંબુનો રસ અને ગ્લિસરીન ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર મસાજ કરવો. ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવો.

App Store

- ચારૂપાંચ કમળના ફૂલના પાન વાટી પેસ્ટ બનાવવી. તેમાં થોડાં ટીપાં ગુલાબજળ અને ગ્લિસરીન ભેળવી હોઠે પરની ફાટેલી ત્વચા પર લગાડવું, હોઠ મુલાયમ, કોમળ, ખૂબસૂરત થઈ જશે.

- દાડમના ફૂલના રસના બે ટીપાં નાકમાં નાખવાથી નસકોરીમાં રાહત થાય છે.

-  હેડકીની તકલીફ દૂર કરવા દાડમના દાણા ધીરે ધીરે ચાવવા.

- ઇડલી સંભારના સંભારમાં કોળુ ંનાખવાથી સંભાર સ્વાદિષ્ટ થશે.

- ઢોસા બનાવતી વખતે ઢોસાના ખીરામાં મેથીના થોડા દાણા નાખવાથી ઢોસા સ્વાદિષ્ટ થાય છે.

- ત્રણ ચમચા ગુલાબજળ, એક ચમચો ગ્લિસરિન અને બે ચમચા લીંબુનો રસ ભેળવવો, સ્નાન બાદ આ પેસ્ટ લગાડવાથી ત્વચાનું રૂક્ષપણું દુર થાય છે.

- તૈલીય ત્વચા માટે બે ચમચા પપૈયાના ગરમાં દસ ટીપાં લીંબુનો રસ નાખી બરાબર ભેળવવું. ચહેરા પર લગાડી ૨૦ મિનિટ બાદ ધોઈ નાખવું.

- એક ઈંડાની સફેદીમાં ૩ ચમચી મુલતાની માટી એક ચમચી સંતરાની છાલનો પાવડર અને થોડું મધ ભેળવી ચહેરા પર ૨૦ મિનિટ લગાડી ધોઈ નાખવું. ત્વચા નિખરી ઊઠશે.

-  નસકોરી ફૂટે તો માથા પર ઠંડુ પાણી રેડવું.

- મિનાક્ષી તિવારી