Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Keep these things in your purse for health and beauty care

Sahiyar: સ્વાસ્થ્ય અને સુંદરતાની કાળજી માટે તમારા પર્સમાં આ વસ્તુઓ અવશ્ય રાખો

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: સ્વાસ્થ્ય અને સુંદરતાની કાળજી માટે તમારા પર્સમાં આ વસ્તુઓ અવશ્ય રાખો
સોર્સ : GSTV

- જયવિકા આશર

App Store

ડિટોક્સ વોટર

શરીરમાં પાણીની કમીની સૌથી પહેલી અસર હોઠ પર જોવા મળે છે. હોઠ સુકા તેમજ પોપડીદાર લાગે છે. તેથી ગરમી હોય કે ઠંડી પાણી પ્રર્યાપ્ત માત્રામાં પીવું. સામાન્ય પાણી કરતાં ડિટોક્સ વોટર વધુ ફાયદાકારક છે, જે શરીમાં પાણીની કમી થવા જ નહીં દે, તેમજ શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. 

ડિટોક્સ વોટર બનાવાની  રીત 

એક જારમાં પાણી ભરવું પછી તેમાં સંતરા અથવા લીંબુની સ્લાઇસ નાખવી તેમજ ફુદીનો અથવા તુલસીના પાન નાખી રાતના રહેવા દઇ સવારે ગાળીને પાણી શીશીમાં ભરી દેવું. 

સુકામેવા

કાજુ, બદામ, મગફળી અને અખરોટના ટુકડાઓને મિક્સ કરીને એક પેકેટમાં રાખવા. સમય મળે ત્યારે ખાવાથી ભરપુર માત્રામાં પ્રોટીન અને  ઉર્જા  મળે છે. કાજુ, બદામ અને અખરોટમાં મેગ્નેશિયમ હોય છે, જે શર્કરાને ઉર્જામાં બદલી શરીરમાં એનર્જી જાળવી રાખે છે. 

શેકેલા કાળા ચણા

ચણામાં પ્રોટીન અને ફાઇબર એમ બન્ને સમાયેલા છે. તેના સેવનથી શરીરને પ્રોટીન અને ફાઇબર પ્રાપ્ત થાય છે. 

તાજા મોસમી ફળો

તાજા મોસમી ફળો તેમજ ગાજરના ટુકડા, કાકડી, સંતરા, સફરજન, જાંબુ જેવા ફળ સાથે રાખીને સમયસર  ખાવાથી લાભ થાય છે. 

ગુલાબ જળ

ગરમીમાં પર્સમાં ગુલાબજળ અને એલોવરા લિકવિડની સ્પ્રે બોટલ રાખવી. વધુ પડતી ગરમી લાગે કે તડકામાં ફરવાથી ત્વચા બળતી લાગે તો ચહેરા પર તરતજ સ્પ્રે કરવાથી ઠંડક પ્રદાન થશે.સ્પ્રેવાળી બોટલ ન મળે તો નાની શીશી રાખી સ્વચ્છ રૂમાલ પરનાખી ચહેરા પર ફેરવવો. 

સનસ્ક્રિન ક્રીમ

ઘરથી લાંબો સમય બહાર રહેવાનું હોય તો, પર્સમાં સનસ્ક્રિન લોશન અવશ્ય રાખવું. સનસ્ક્રિન લગાડયા પછી તેની અસર ચાર કલાક રહે છે. ત્યાર પછી સનસ્ક્રિન લગાડવાની જરૂર રહેતી નથી. સૂર્યના કિરણો અને પ્રદૂષણનો પ્રભાવ પહેલા ચહેરા પર જ દેખાય છે. એલોવેરા જેલ સનસ્ક્રિનનું કાર્ય કરે છે, તેના ઉપયોગથી પણ લાભ થાય છે. 

લિપ બટર

લિપ બ્લામ હોઠ પર લગાડવાથી હોટ પર રૂક્ષ ત્વચાની પોપડીઓ જામતી નથી. તેથી પર્સમાં હંમેશા રાખવું.