Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Hand of skill and financial independence

Sahiyar : હુન્નરનો હાથ અને આર્થિક આઝાદી: શિક્ષણના અભાવ વચ્ચે પણ પગભર થતી મહિલાઓની સફળ ગાથા

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : હુન્નરનો હાથ અને આર્થિક આઝાદી: શિક્ષણના અભાવ વચ્ચે પણ પગભર થતી મહિલાઓની સફળ ગાથા
સોર્સ : gstv

- વૈશાલી ઠક્કર

App Store

સ્વમાનભેર જીવન જીવવા,  આર્થિક સમૃદ્ધિ મેળવવા, પગભર થવા શિક્ષિત હોવું  જરૂરી છે એ વાત શતપ્રતિશત  સાચી  હોવા છતાં એમ માનવું ભલુભર્યું ગણાશે કે અશિક્ષિત મહિલાઓ માટે આ વાત શક્ય નથી. ઘરેલુ હિંસાનો ભોગ બનેલી,  મજૂરી કરીને પરિવારજનોના પેટનો ખાડો  વત્તાઓછા અંશે પૂરવા મથતા  અશિક્ષિત  મહિલાઓ પણ  આ ચમત્કાર કરી શકે એવા દાખલાઓનો  આપણા દેશમાં  તોટો નથી.  કામ પ્રત્યેની લગન, પરિશ્રમ કરવાની તૈયારી, સંતાનોને સારું જીવન આપવાની ઈચ્છા અને સંજોગો સામે ઘૂંટણિયે ન પડવાનો મિજાજ   તમને આગળ ધપતાં ન રોકી શકે. આજે આપણે તામિલનાડુના  કુડ્ડાલોર ખાતે આવી કમાલ કરી બતાવનાર મહિલાઓની વાત કરીશું.

આજથી આઠેક વર્ષ પહેલા ૫૩ વર્ષની ગીતાનું જીવન નરક સમાન હતું.  ઘરેલું હિંસા સહેવા સાથે મજૂરી  કરીને સંતાનોને  ઉછેરતી ગીતા તેમને બે ટંક પૂરું  ખાવાનું પણ ન આપી શકતી. માથે કરજનો બોજ.  આવી સ્થિતિમાં  બાળકોને ભણાવવા શી રીતે? અને આ કહાણી એકમાત્ર ગીતાની નથી. તેના જેવી સંખ્યાબંધ ગ્રામીણ મહિલાઓ આવું દોજખ સમાન જીવન વિતાવતી હતી.  પરંતુ આજે તેઓ દક્ષિણ ભારતના  ૮.૪ કરોડ લોકોની  જીવાદોરી સમાન કાવેરી નદીને બચાવનાર સૈનિક ઉપરાંત પોતાના પરિવારનો  પણ સૌથી મોટો સહારો બની ગઈ છે. આ મહિલાઓ  દ્વારા ચલાવાતી 'કાવેરી કૉલિંગ' આ નદીનેજીવંત રાખવા દેશમાં કરવામાં ઓલા  આંદોલનમાંથી   એક છે.

ગીતા સહિત અનેક ગરીબ-અશિક્ષિત મહિલાઓએ તામિલનાડુના કુડ્ડાલોર  ખાતેની ૩૦ એકરમાં ફેલાયેલી  'કાવેરી કોલિંગ નર્સરી' ને એશિયાની  સૌથી મોટી સિંગલસાઈટ  નર્સરીમાં તબદીલ કરી દીધી છે.  અહીં દર વર્ષે ૮૫ લાખ છોડવાં તૈયાર કરવામાં આવે છે.

આ નર્સરીનું વાતાવરણ કોઈ કોર્પોરેટ ઓફિસને  છાજે એવું છે. અહીં કામ કરતી અશિક્ષિત કે અર્ધશિક્ષિત મહિલાઓનું શિસ્ત અને પરિશ્રમ ઉચ્ચ શિક્ષિત સ્ત્રીઓને  પણ શરમાવે એવું છે. ૩૫ વર્ષની  વિજયાએ માત્ર પૈસા  કમાવાના ઉદ્દેશ્યથી અહીં કામ કરવાનું  શરૂ કર્યું હતું.  પરંતુ હવે તે  કહે છે કે  અમે જ્યારે  નાના નાના છોડ માટે  કયારી બનાવીએ  ત્યારે અમને એવું લાગે જાણે એવું  લાગે જાણે  અમારા બાળકોનું પાલનપોષણ કરી રહ્યાં છીએ.

મહત્ત્વની વાત એ છે કે 'કાવેરી કોલિંગ' અભિયાન  હેઠળ ૨૪૨  કરોડ વૃક્ષો  વાવવાનું શમણું  આ નર્સરીને પોતાના પરસેવાથી  સીંચતી મહિલાઓનું પોતાનું સપનું બની ગયું છે.  તેમણે જાપાનની  '૫૫ સિસ્ટમ' જેવી ટેક્નિક  શીખી લીધી છે. અહીં માત્ર કામ નથી થતું, બલ્કે યોગ પણ  કરવામાં આવે છે, તહેવારો પણ ઉજવવામાં આવે છે અને  લીડરશીપ  સુધ્ધાં તૈયાર કરવામાં આવે છે.

આ નર્સરીમાં  કામ કરતી સેંકડો   મહિલાઓના નામ ભલે જુદાં જુદાં હોય, પણ તેમની જીવનકહાણી  લગબગ એકસમાન  છે. એક સમયે પતિ-પરિવારજનોતી ત્રસ્ત, ગરીબીમાં સબડતી  આ મહિલાઓ આજે એક ૪૦ અને ૪૪ વર્ષીય સ્ત્રીઓના  નેતૃત્વ હેઠળ ૫૪ પ્રકારના વૃક્ષો ઉગાડે છે. સાથે સાથે  પોતાના સંતાનોેને  શિક્ષણ મળી રહે તેની કાળજી પણ કરે છે.  તેઓ આ નર્સરીમાં તેમના સહિત લાખો લોકોની  સુકાઈ ગયેલી  અપેક્ષા -આકાંક્ષાઓને સીંચીને  નવેસરથી  હરિયાળી બનાવી રહી છે.

'કાવેરી કોલિંગ નર્સરી' આ નર્સરીની અસર બહુ ઊંડી છે. અહીં ઉગાડવામાં આવતાં ૫૪ પ્રકારના  વૃક્ષોનો સીધો લાભ કિસાનોને થાય છે.   જે ભૂમિપુત્રો ખેતી  સાથે આ વૃક્ષો  પણ ઉગાડે છે.  તેમની કમાણીમાં  ૩૦૦થી ૮૦૦ ટકા જેટલી ધરખમ વૃદ્ધિ થઈ છે.  તેઓ એક ઉદાહરણ આપતાં કહે છે કે એક ખેડૂતે આ વૃક્ષોની કમાણીમાંથી બચત કરીને પોતાના પુત્રના વિવાહ એક રૂપિયાનું પણ લેણું કર્યા વિના.  મહત્ત્વની  વાત એ છે કે  પિતા પાસેથી પ્રેરણા લઈને એ પુત્રએ 'કાવેરી કોલિંગ' અભિયાનમાં અન્ય ૧૦૦૦ જણને  જોડી લીધાં.