મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

Sahiyar : અજમાવી જૂઓ 

પ્રેશર કુકરમાં દાળ બાફતી વખતે થોડું ઘી નાખવાથી દાળ ઊભરાશે નહીં. - કાચના વાસણમાં કોઇ ગરમ ખાદ્ય પદાર્થ મુકવો હોય તો નીચે પાણીમાં ભીંજવલું જાડું

Sahiyar : અજમાવી જૂઓ 

પ્રેશર કુકરમાં દાળ બાફતી વખતે થોડું ઘી નાખવાથી દાળ ઊભરાશે નહીં.

- કાચના વાસણમાં કોઇ ગરમ ખાદ્ય પદાર્થ મુકવો હોય તો નીચે પાણીમાં ભીંજવલું જાડું કપડું મુકવાથી કાચનું વાસણ બટકશે નહીં.

-  મિકસરમાં લસણ વાટતી વખતે પાણીને બદલે તેલ નાખવાથી લસણ મિકસરમાં ચોંટશે નહીં તેમજ લસણ-મરચાંનો રંગ નિખરશે તેમજ તેમાં પાણી ન હોવાથી વાટેલું લસણ લાંબા સમય સુધી તાજું રહી શકશે.

-  આમલીની ચટણી ઉતાવળમાં બનાવવી પડે તો આમલીને ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે પલાળી રાખવી પછી તેમાં જોઈતા પ્રમાણમાં ગોળ,જીરૂ,મીઠું તેમજ જે મસાલો નાખવો હોય તે નાખવો.

- સરસવના શાકમાં એક ચમચો મકાઇનો લોટ ભેળવી દેવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે.

- દાંતના દુખાવાથી રાહત પામવા લવિંગના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવવું.આ મિશ્રણથી માલિશ કરવું.

- એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ભેળવી કોગળા કરવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે.

-  હીંગની સુગંધ જાળવી રાખવા માટે હીંગમાં મીઠું ભેળવવું.

- કેળાને મુલાયમ કપડામાં વીંટી રેફ્રિજરેટરમાં રાખવાથી કેળા કાળા નહીં પડે.

- કેરમ બોર્ડ ઉપયોગમાં ન લેવાયું હોવાથી ખરબચડું બની ગયું હોય તો કેરમ બોર્ડ પર બોરિક પાવડર ભભરાવી થોડી વાર તડકામાં રાખી મૂકવું.

- ચણાના લોટના પુડલા બનાવતી વખતે તેમાં થોડી દૂધી ખમણીને નાખવાથી પૂડલા સ્વાદિષ્ટ બને છે.

-  મેંગો કસ્ટર્ડ બનાવતાં પૂર્વે  સાદું કસ્ટર્ડ બનાવી ઠંડુ કરવું ત્યાર બાદ મેંગો નાખવાથી કસ્ટર્ડમાંથી પાણી છૂટશે નહીં.

- મીનાક્ષી તિવારી

આ સમાચાર શેર કરો