Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Drone shots and film screens

Chitralok : ડ્રોન શોટ્સ અને ફિલ્મી પડદો: એક સમયે જે અશક્ય હતું, તે હવે ડ્રોન કેમેરાએ શક્ય બનાવ્યું

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : ડ્રોન શોટ્સ અને ફિલ્મી પડદો: એક સમયે જે અશક્ય હતું, તે હવે ડ્રોન કેમેરાએ શક્ય બનાવ્યું
સોર્સ : gstv

તાજેતરમાં મુંબઈના ફોર્ટ એરિયામાં 'ધુરંધર-૨'ના શુટિંગ દરમિયાન એક વિવાદાસ્પદ બીના બની હતી. મુંબઈ પોલીસે હાઈ-સિક્યોરિટી એરિયામાં પરવાનગી લીધા વિના ડ્રોન ઉડાડવા બદલ ફિલ્મના લોકેશન મેનેજર સામે ગુનો નોંધ્યો હતો. ડ્રોનના ઉપયોગ બદલ કોઈ મૂવી મુશ્કેલીમાં મુકાઈ હોય એવું કદાચ પહેલી વાર બન્યું છે. અહીં કેટલીક એવી હિન્દી ફિલ્મો વિશે જાણીએ જેમની સફળતામાં ડ્રોન્સે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે :

App Store

કિક

 ૨૦૧૪માં રિલિઝ થયેલી આ સલમાન ખાન સ્ટારર ફિલ્મથી પ્રોડયુસર સાજિદ નડિયાદવાલાએ બોલિવુડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. એક્શન સિકવન્સીસમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ પહેલીવાર કરનાર હિન્દી ફિલ્મોમાં 'કિક'નો સમાવેશ છે. ચેઝ અને સ્ટંટસના ડાયનેમિક એરિયલ શોટ્સ ઝડપવામાં નવી ટેકનોલોજી મદદરૂપ થઈ હતી. એને કારણે સીન્સમાં થ્રીલ આવી હતી.

બાહુબલી : 

ધ કન્ક્લુઝન 

તેલુગુ ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ 'બાહુબલી' જેવી મેગ્નમ ઓપસ બનાવીને ભારતીય સિનેમાને એક ઊંચા ફલક પર પહોંચાડી દીધું. ફિલ્મના બીજા ભાગ 'બાહુબલી : ધ કન્ક્લુઝન'માં વિશાળ સેટ્સના સીન્સ ઝડપવા ડ્રોન્સનો બહોળો ઉપયોગ કરાયો હતો. ફિલ્મના ડાયનેમિક એરિયલ શોટ્સ ડ્રોન્સને કારણે શક્ય બન્યા હતા. એને પગલે દર્શકોને મૂવીની લગભગ દરેક સિકવંસ એકદમ રિયલ લાગી હતી. ઈન શોર્ટ, મલ્ટીપ્લેક્સીસમાં 'બાહુબલી-૨' જોવી એક અદ્ભુત સિનેમેટિક અનુભવ બની રહ્યો.

બેબી

 અક્ષય કુમારની ફિલ્મમાં એક્શન ન હોય એવું ભાગ્યે જ બને. 'અ વેન્સડે' અને 'સ્પેશિયલ ૨૬' ફેમ ડિરેક્ટર નીરજ પાંડેની મૂવી 'બેબી'માં અક્ષય ઉપરાંત તાપસી પન્નુ, રાણા દગ્ગુબટ્ટી, ડેની અને અનુપમ ખેર જેવી મોટી સ્ટારકાસ્ટ હતી. ૨૦૧૫માં રિલિઝ થયેલી આ એક્શન થ્રિલરમાં ચેઝ અને સર્વિલન્સ સીન્સ માટે ઓક્ટોકોપ્ટર ડ્રોન્સનો અસરકારક ઉપયોગ કરાયો હતો. એને કારણે મૂવીના વિજ્યુઅલ્સ વધુ શાર્પ અને ઇમ્પ્રેસિવ બન્યા હતા. 

ફિલ્મની ઇન્ટેલીજન્સ ટીમનું દુશ્મન દેશના નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવતું ઓપરેશન એકદમ દિલધડક લાગતું હતું.