Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : But the critics' praise is the artist's true income.

Chitralok : ગ્લેમર કરતાં ગુણવત્તાનો આગ્રહી નકુલ: સ્ટારડમ એ માત્ર આંકડાની રમત, પણ વિવેચકોની દાદ એ કલાકારની સાચી કમાણી

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : ગ્લેમર કરતાં ગુણવત્તાનો આગ્રહી નકુલ: સ્ટારડમ એ માત્ર આંકડાની રમત, પણ વિવેચકોની દાદ એ કલાકારની સાચી કમાણી
સોર્સ : gstv

ભારતમાં ઓટીટી ક્ષેત્રે આવેલી જોરદાર તેજીને પગલે અભિનેતા નકુલ મેહતા ખૂબ જ ખુશખુશાલ છે. તાજેતરમાં જ તે એક શો  'સ્પેસ જેન : ચંદ્રયાન'માં જોવા મળ્યો હતો. નકુલ મેહતા કહે છે, મારો નવો શો તો ભારતના મહાન વિજ્ઞાાની એ.પી.જે. અબ્દુલ કલામે નિહાળેલા વિઝન પછી ભારતના વિજ્ઞાાનીક વિકાસને અપાયેલી સાચી શ્રધ્ધાંજલિ છે.

App Store

ટેલિવિઝન પર વર્ષો સુધી સર્વોત્તમ રોમેન્ટિક હીરો તરીકે જોવા મળેલા પછી આ અભિનેતા કહે છે, હું આને એક નવી શોધ તરીકે જોઉં છું. ટેલિવિઝનએ મને સ્ટારડમ આપ્યું છે, પરંતુ હું તો ટીકાત્મક પ્રશંસાને સૌથી વધુ મહત્ત્વ આપું છું. વેબ પર તો હું એવી વાર્તા કહેવા માગું છું જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય. આપણા દેશની વાર્તા હોય, એ કહેવી મને ઘણી ગમે છે. આ બધુ ફરીથી શરૂ કરવા જેવું લાગે છે.

નકુલ મેહતા પોતાની ઇચ્છા યાદીમાં રહેલી ભૂમિકા માટે વાત કરતાં કહે છે, મારા પિતા તો નૌકાદળનો હિસ્સો હતા. તેથી આપણા સંરક્ષણ અધિકારીની ભૂમિકા ભજવવી એ તો મારા માતાપિતાને ગર્વ અપાવવા જેવું છે. મારા નવા શોમાં હું એક સૈનિકના દિકરાની ભૂમિકા ભજવું છું. આ ભૂમિકા તો મને મારા સ્વપ્નની અત્યંત નિકટ લઈ જાય છે.

ટીવી તો પલાયનવાદ બતાવે

અત્યારે ટીવી પર બદલાઈ રહેલા કન્ટેન્ટના પરિપેક્ષ્યમાં નકુલ ભારપૂર્વક કહે છે કે દરેક માધ્યમનું પોતાનું ચોક્કસ સ્થાન છે. ટેલિવિઝન તો લોકપ્રિય સિનેમા જેવું છે : જે પલાયનવાદને પ્રસ્તુત કરે છે. અત્યંત પરિશ્રમયુક્ત દિવસ વિતાવ્યા પછી લોકો હસીને, રડીને અથવા માફ કરીને પોતાની વ્યથા ભૂલવા ઇચ્છે છે. શુધ્ધ વાર્તા કહેવા સાથે વેબ તો એક સુંદર માધ્યમ છે.

આ સાથે જ તે ઉમેરે છે, સિનેમા, ટીવી, ઓટીટી તો બધા જ પ્રકારના પ્રદર્શન માટે અલગ-અલગ માધ્યમ છે. અત્યાર સુધી તો ટેલિવિઝન, થિયેટર અને સિનેમા વચ્ચે સ્પષ્ટ ભેદભાવ-તફાવત હતો. મને ટેલિવિઝન પર તો મારું મુખ્ય માધ્યમ હોવાથી મને તેના પર ખૂબ ગર્વ છે અને જો કોઈ મજબૂત અને અર્થપૂર્ણ શો મારા હાથમાં આવે તો હું ખુશીથી ટીવી પર પાછો ફરીશ. આવી તક ઘણી દુર્લભ છે, પરંતુ તે અસ્તિત્વમાં જરૂર છે. અંતે તો પ્રેક્ષકો એવી વાર્તાઓ પસંદ કરે છે જેની સાથે તેઓ જોડાયેલા હોય અને તેય પ્લેટફોર્મની પરવા કર્યા વિના! મારી આશા તો એવી વાર્તાઓ કરવાનું ચાલુ રાખવાની છે જે લોકો ખરેખર ઇચ્છે છે-જોવા માટે, એમ નકુલ મેહતાએ કહ્યું હતું.

પિતૃત્વએ મારો દ્રષ્ટિકોણ બદલ્યો

એક પિતા તરીકે પોતાની સફર વિશે વાત કરતા નકુલ કહે છે, પિતા બનવાથી મારો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો. એ તો વાસ્તવિક સ્વ-ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે. તે મારી પસંદગીઓ, મારા કાર્ય, મારા હેતુને પ્રભાવિત કરે છે. આજે મારી મુખ્ય ઓળખ બે સંતાનોના પૂર્ણ સમયના પિતા બનાવાની છે. માતાપિતા તમને કેવી રીતે નરમ પાડે છે, જેની તમે અપેક્ષા રાખતા નથી. પુત્રીના પિતા બનવ ું એ તો તેને બીજા સ્તરે લઈ જાય છે. જ્યારે મેં મારા પાંચ વર્ષના પુત્રને કેવી રીતે ઉછેર્યો તે શીખવામાં સમય વિતાવ્યો. આ નવો તબક્કો છોકરીને ઉછેરવા માટે સમજવા અને અનુકુલન કરવાનો છે. છોકરીના વાળ ઓળવાથી માંડીને નખ રંગવાનું શીખવા સુધી બધુ નવું અને ખાસ છે. તેની સાથે મારું પ્રિય મનોરંજન તો તેને વાર્તા કહેવામાં છે. હું તેમને હંમેશા કંઈક નવું શીખવતો રહું છું અને હું તેમને ખરેખર ખૂબ પ્રેમ કરતો રહું છું, એમ મેહતાએ જણાવ્યું હતું.