Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Confusion/ "Why do we need sex education...?"

Sahiyar: મૂંઝવણ/ "આપણે જાતીય શિક્ષણની જરૂરિયાત શા માટે છે...?"

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: મૂંઝવણ/ "આપણે જાતીય શિક્ષણની જરૂરિયાત શા માટે છે...?"
સોર્સ : GSTV

અનિતા

App Store

પ્રશ્ન:

તીવ્ર વિજાતીય આકર્ષણને શી રીતે અંકુશમાં રાખી શકાય?

* કન્ટ્રોલ કરવાની જરૂર જ નથી. કન્ટ્રોલ કરવાથી ઉત્તેજના ઑર તીવ્ર બનશે. ઉંમરલાયક વ્યક્તિ આ સ્થિતિમાં માબાપની રજા લઈને લગ્ન કરી શકે. જો એ શક્ય ન હોય તો 'હાથે જ' સંતોષ પામી શકે. અહીં 'હાથે' શબ્દ મહત્ત્વનો છે. આ વાત સ્ત્રી અને પુરુષ બન્નેને લાગુ પડે છે.

પ્રશ્ન:

આપણે જાતીય શિક્ષણની જરૂરિયાત માટે આટલાં બધા ઢોલ નગારાં શા માટે વગાડવા પડે છે? શું આપણે સહજતાથી વિમુખ થઈ ગયા છીએ એટલે?

* જાતીય જ્ઞાનની જરૂર માણસોને પડે છે, પ્રાણીઓને નહીં. જાનવરોની સેક્સક્રીડા સીઝનલ હોય છે. તેઓ માત્ર પ્રજોત્પત્તિ માટે જ સંભોગ  કરે છે. મનુષ્યનું એવું નથી. એની કામક્રીડા સીઝનલ નથી. એ સેક્સ માત્ર પ્રજોત્પત્તિ માટે નહીં, આનંદ મેળવવા માટે પણ માણે છે. વળી, સમાજ અને લગ્નસંસ્થા માત્ર માણસો માટે જ છે, પ્રાણીઓ માટે નહીં. એટલે જ આપણા માટે સેક્સ એજ્યુકેશન ખૂબ જરૂરી બની જાય છે.

પ્રશ્ન:

સેક્સ સંબંધિત એવી કઈ ટેવો છે જેને કુટેવ તરીક ઓળખાવી શકાય?

* સારા કે નરસા જેવું ખાસ કશું હોતું નથી. સઘળો આધાર વ્યક્તિની માન્યતા કે પરિસ્થિતિ પર છે. આપણે ત્યાં મોટા ભાગના પુરુષો હેટરોસેક્સ્યુઅલ છે, માટે સજાતીય સંબંધો અસ્વીકાર્ય ગણાય છે, પણ સાન ફ્રાન્સિસ્કોમાં પચાસ ટકા કરતાં વધારે પુરુષો સજાતીય સંબંધો ધરાવે છે. આથી ત્યાં હેટરોસેક્સ્યુઅલ પુરુષોએ પ્રેશરનો અનુભવ કરવો પડે.

પ્રશ્ન:

બાળકો ઘણી વાર 'હું ક્યાંથી આવ્યો? સેક્સ શી રીતે થાય? જેવા પ્રશ્નો પૂછી બેસતાં હોય છે. એમને શી રીતે સમજાવવા?

* બાળકને એની ઉંમર પ્રમાણે બને એટલી નિખાલસતાથી જવાબ આપવો જોઈએ. એને કહી શકાય કે બેટા, મને અને તારી મમ્મીને તારી જરૂર પડી. તું થોડા મહિના મમ્મીના પેટમાં રહ્યો અને પછી બહાર આવ્યો. જો તમે તરત જવાબ આપવા માગતા ન હો તો એને કહો કે બેટા, આનો જવાબ હું તને આવતી કાલે આપીશ. આમ બોલવાથી બાળકમાં અવગણાયા હોવાનો ભાવ નહીં જાગે અને એ શેરીના દોસ્તારો પાસે મેળવવા નહીં દોડે. તમારા જવાબોથી બાળકના મનમાં નવા પ્રશ્નો માટેની દિશા ખૂલવી જોઈએ. હંમેશા 'આસ્કેબલ પેરેન્ટ્સ' બનો.

પ્રશ્ન:

જૂના જમાનામાં સ્ત્રી અને પુરુષની ફળદ્રુપતા ચકાસવા માટે કૂંડામાં ઘઉંના દાણા નાખી તેના પર સ્ત્રી- પુરુષ દ્વારા મૂત્રત્યાગ કરાવવાની પદ્ધતિ પ્રચલિત હતી. આવી બધી રીતો આજે પણ અમલમાં ન મૂકી શકાય?

* હા, સ્ત્રી- પુરુષની ફળદ્રુપતા માટેની આ પદ્ધતિ આજે પણ ચીન અને અન્ય અમુક દેશોમાં વપરાય છે. આ પદ્ધતિ, અલબત્ત, દરેક કેસમાં સાચી નથી ઠરતી. જો એલોપેથી અને આયુર્વેદનું કોમ્બીનેશન કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મેળવી શકાય.

પ્રશ્ન:

ઓરલ સેક્સ સારું ગણાય કે ખરાબ?

* ઓરલ સેક્સ અથવા તો મુખમૈથુન સંપૂર્ણપણે નોર્મલ ગણાય. શરત માત્ર એટલી કે એ અમલમાં મૂકતી વખતે સ્વાર્થની ભાવના ન હોવી જોઈએ. આ પણ સંભોગનો જ એક પ્રકાર છે અને સ્ત્રીપુરુષ બન્નેને એમાંથી એકસરખો આનંદ મળવો જોઈએ.

પ્રશ્ન:

સંભોગથી સમાધિ સુધી જવાની વાત આપણે કરીએ છીએ, પણ અમુક સાધુ મહારાજો સમાધિથી સંભોગ તરફ કેમ જતા હોય છે?

* આમાં બે માર્ગ છે. એક તો, અનુભવ જ ન કરો. બીજો અંતિમ તંત્ર સાધનોનો છે. ભોગ એટલો બધો ભોગવી લો કે પછી એની કોઈ ઇચ્છા જ ન બચે.

પ્રશ્ન:

લગ્નજીવનનાં પંદર-વીસ વર્ષ બાદ આવી જતી શુષ્કતા નિવારવા માટે શું કરવું? ફેન્ટસીનો ઉપયોગ યોગ્ય છે?

* કલ્પના હંમેશા હકીકત કરતાં વધારે રંગીન હોવાની. સેક્સક્રીડા દરમિયાન ફેન્ટેસાઈઝ કરવામાં કશું ખોટું નથી.