Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Confusion: I am married and facing a problem...

Sahiyar/ મૂંઝવણ: મારા લગ્ન થઈ ગયાં છે અને હું એક સમસ્યાનો સામનો કરી રહ્યો છું...

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar/ મૂંઝવણ: મારા લગ્ન થઈ ગયાં છે અને હું એક સમસ્યાનો સામનો કરી રહ્યો છું...
સોર્સ : GSTV

- અનિતા

App Store

પ્રશ્ન:

હું ૩૨ વર્ષનો પરિણીત યુવાન છું. મારા વીર્યનો અહેવાલ દર્શાવે છે કે તેમાં શુક્રાણુઓ નથી. ઉપરાંત હું સંભોગ કરવા માટે અસમર્થ છું. મને સારવાર સૂચવવા વિનંતી છે.

તમને 'અઝૂસ્પર્મિયા'ની બીમારી છે. એટલે કે તમારા વીર્યમાં શુક્રાણુઓનો અભાવ છે. જો કે આને નપુંસકતા સાથે કશો સંબંધ નથી. વાંઝિયાપણુ  અને પુરુષત્વ એ બન્ને જુદી જુદી બાબતો છે. તેનો આધાર તમારા વૃષણમાં રહેલા કોષોના પ્રકાર પર છે. શુક્રાણુઓની હાજરી કે ગેરહાજરીને કોઈ પણ વ્યક્તિની પ્રજોત્પાદનક્ષમતા સાથે કશી નિસબત નથી તેમ છતાં તમારી સમસ્યા શિશ્નોત્થાનની ગુણવત્તાની છે કે શિશ્નોત્થાન ટકાવી રાખવાની છે તે કોઈ સેક્સોલોજિસ્ટને જણાવશો. તમારી પ્રજોત્પાદનક્ષમતાને લગતી વધુ સલાહ માટે તમારા વીર્યનો અહેવાલ મને મોકલી આપવો જોઈએ. ઉપરાંત વીર્યની વધુ તપાસ માટે ફ્રૂકટોઝનું પ્રમાણ વગેરે અન્ય વિગતોનું પૃથ્થકરણ કરવાની જરૂર છે. સારવારનો અમલ કરતાં પહેલાં તમારી જીવનસાથીને યોનિને લગતી કોઈક અવરોધક બીમારી નથી તેની તપાસ કરાવવી પણ જરૂરી છે.

પ્રશ્ન:

મારા શિશ્નનું કદ વધારવા માટે મેં દસમા વર્ષે સુન્નત કરાવી હતી, પરંતુ આજે ૧૯ વર્ષની ઉંમરે મારું શિશ્ન મારી ઉંમરના પ્રમાણમાં ખૂબ જ નાનું છે. ઉપરાંત હું પાંચ મિનિટ કરતાં વધુ વખત શિશ્નોત્થાન ટકાવી શકતો નથી. મને ઈલાજ સૂચવશો.

તમે તમારા ઉત્તેજિત શિશ્નનું કદ જણાવ્યું નથી. જો તમારા શિશ્નની લંબાઈ ઉત્તેજિત અવસ્થામાં પાંચ સેન્ટિમીટર કે તેનાથી વધુ હોય તો તમારે જરાય  ચિંતા કરવાની જરૂર નથી. યોનિની લંબાઈ ૧૫ સે.મી. જેટલી હોય છે અને માત્ર બહારના એક તૃતીયાંશ ભાગમાં સૌથી વધુ ઉત્તેજના અનુભવી શકાય છે. ઉપરાંત બેથી ત્રણ મિનિટ સુધી શિશ્નોત્થાન ટકાવી શકાય તો પણ તે પૂરતું છે. છેવટે સુન્નતને કારણે ઉત્તેજિત શિશ્નની લંબાઈમાં થતા ફરક પર કશી અસર પડતી નથી.

પ્રશ્ન:

જો મારી પ્રતિકારકશક્તિ નબળી હોય અને હું કોઈ એચઆઈવી પોઝિટિવ સ્ત્રી સાથે સંભોગ કરું તો મને કશુ નુકસાન થાય ખરું? મને એચઆઈવી પોઝિટિવ લાગુ પડવાની શક્યતા રહે?

હા, જો તમારી પ્રતિકારકશક્તિ નબળી હોય તો સારી પ્રતિકારકશક્તિ ધરાવતી વ્યક્તિ કરતાં તમને એચઆઈવી પોઝિટીવ લાગુ પડવાની સંભાવના ઘણી વધારે રહે છે.

પ્રશ્ન:

હું ૩૧ વર્ષનો યુવાન છું. મારા શિશ્ન પરની ત્વચા વધારે હોવાથી મે એ કઢાવી નાખી હતી. હવે મારા લગ્ન થઈ ગયાં છે અને એક સમસ્યાનો સામનો કરી રહ્યો છું. મારું શિશ્નોત્થાન નોર્મલ હોવા છતાં હું પરાકાષ્ઠા અનુભવી શકતો નથી. ઉપરાંત સંભોગ દરમિયાન થોડુંક રંગહીન પ્રવાહી બહાર આવે છે. મને ઈલાજ સૂચવવા વિનંતી છે. શું હું પિતા બની શકીશ?

તમે જે રંગહીન પ્રવાહીની વાત કરો છો તે વીર્ય નથી, પરંતુ કાઉપર્સ ગ્લેન્ડનો સ્ત્રાવ છે અને શિશ્નોત્થાન થવાને કારણે એ બહાર આવે છે. વીર્ય સામાન્ય રીતે આંચકા સાથે બહાર આવતું હોય છે. જોકે આંચકાઓની તીવ્રતા સંભોગથી દૂર રહેવાના અને ઉત્તેજનાના સમયગાળા મુજબ બદલાતી રહે છે. તમને કોઈ રોગ નથી. નિશ્ચિંત રહો. આ પ્રવાહીને તમારા પિતા બનવા સાથે કશો સંબંધ નથી.

પ્રશ્ન:

હું ૨૦ વર્ષનો યુવાન છું. મારું ડાબુ વૃષણ જમણા વૃષણ કરતાં વધારે નીચે લટકતું  રહે છે અને કેટલાક સમયથી ત્યાં એક ગઠ્ઠો જામી ગયો હોય એવું લાગ્યા કરે છે. જોકે મને દુખતું નથી, છતાં આ સ્થિતિ ગંભીર તો નથી ને એ મારે જાણવું છે. ઉપરાંત મારું શિશ્ન જમણી તરફ વળેલું રહે છે. શું આ વળાંકને સુધારી શકાય?

જો તમને વૃષણમાં ગઠ્ઠા જેવું લાગતું હોય તો તમારે કોઈક મૂત્રરોગચિકિત્સક પાસે તેની ચકાસણી કરાવવી જોઈએ. શિશ્નનો થોડોક વળાંક નોર્મલ ગણાય છે અને તેનાથી સંભોગક્રિયા પર કશી અસર થતી નથી. શિશ્નોત્થાન વખતે શિશ્ન એકદમ સીધું રહે એ જરૂરી નથી.