Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Confusion/ "My marriage talks are going on, but I can't say yes because of this problem"

Sahiyar: મૂંઝવણ/ "મારાં લગ્નની વાતચીત ચાલે છે, પરંતુ આ સમસ્યાને લીધે હું હા નથી કહી શકતી"

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: મૂંઝવણ/ "મારાં લગ્નની વાતચીત ચાલે છે, પરંતુ આ સમસ્યાને લીધે હું હા નથી કહી શકતી"
સોર્સ : GSTV

- અનિતા

App Store

પ્રશ્ન:

મારી ઉંમર ૨૦ વર્ષ છે. નાનપણથી જ મારી હથેળીઓ અને પગનાં તળિયાં પર કેટલાક કાળા ડાઘ છે તેમજ ત્યાં ખૂબ જ પરસેવો પણ વળે છે. આથી કોલેજમાં કોઈની સાથે હાથ મિલાવતાં પણ સંકોચ થાય છે. શું આ મુશ્કેલી પ્લાસ્ટિક સર્જરીથી દૂર થઈ શકે? મેં થાયરોઈડ ગ્રંથિની તપાસ પણ કરાવી છે. તેમાં કંઈ ખામી જણાઈ નથી. ઘરમાં મારાં લગ્નની વાતચીત ચાલે છે, પરંતુ આ સમસ્યાને લીધે હું હા નથી કહી શકતી. 

- તમે વધુ પડતાં સંવેદનશીલ હોવાને લીધે આ સમસ્યા ઊભી થઈ છે. વૈજ્ઞાાનિક તથ્યો પ્રમાણે, દરેક માણસનાં કપાળ, હથેળીઓ અને પગનાં તળિયામાં પ્રસ્વેદગ્રંથિઓ (સ્વેટ ગ્લેન્ડસ)નું પ્રમાણ વધારે હોય છે. તે સક્રિય બનવાથી શરીરનાં આ અંગે પર પરસેવો વળે છે. આ સક્રિયતા અનેક પ્રકારની સ્થિતિમાં ઉદ્દભવે છે, જેવી કે વેદના, ભય, ક્રોધ અને ચિંતાને લીધે પણ વધારે પરસેવો વળે છે. તમે વધુ સંવેદનશીલ કે ચિંતાતુર છો, તેને લીધે તો આ સમસ્યા ઉદ્ભવતી નથી ને? સહજતાથી જીવો, આવા જીવનનું સુખ જ અનોખું છે. કાળા ડાઘ વિશે જોયા વિના કંઈ કહી શકાય નહીં. તે માટે ચામડીના રોગના કોઈ નિષ્ણાત ડોકટરને બતાવો.

પ્રશ્ન:

મારી ઉંમર ૨૧ વર્ષ છે. ટૂંક સમયમાં મારાં લગ્ન થવાનાં છે, પરંતુ મારી સમસ્યા એ છે કે નાનપણથી જ મને પથારીમાં પેશાબ થઈ જાય છે. પહેલાં તો રોજ આવું થતું, પણ હવે ૧૫-૧૬ દિવસે થાય છે. ડોક્ટરોના મતાનુસાર ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન પછી આ તકલીફ આપમેળે દૂર થઈ જશે, છતાં મને ડર રહ્યા કરે છે. મારાં સાસરિયાં વધુ સુશિક્ષિત નથી. હું શું કરીશ?

- તમારી ચિંતા બરાબર છે, પણ તેને દૂર કરવાનું કામ ખાસ મુશ્કેલ નથી. જીવનમાં કેટલાક નાના નાના નિયમ અપનાવો:

- રાતે ઊંઘવાના સમયથી બે કલાક પહેલાં પાણી કે અન્ય પીણાં પીવાનું ટાળો, જેથી પેશાબ બનવાની પ્રક્રિયા ધીમી રહે.

- ઊંઘવા જતાં પહેલાં પેશાબ કરવા જવાનો નિયમ બનાવો.

- દિવસે પણ નિશ્ચિત સમયે જ પેશાબ કરવા જવાનો નિયમ ઘડો. વારંવાર ન જાવ.

- જો થોડા થોડા સમયે જવાની ટેવ હોય, તો ધીમે ધીમે સમયગાળો એટલો વધારો કે ૫-૬ કલાક પહેલાં પેશાબ કરવા જવાની જરૂર જ ન પડે.

- મૂત્રાશય પર નિયંત્રણ રાખનારી માંસપેશીઓને સશક્ત બનાવવા નીચે જણાવેલી સરળ કસરતો કરો:

મૂત્રત્યાગની ક્રિયાને અટકાવતાં હો, તે પ્રમાણે નીચીને માંસપેશીઓનું સંકોચન કરો. આ સ્થિતિમાં દસ સુધી ગણતરી કરો. પછી એટલા જ સમય માટે માંસપેશીઓને ઢીલી છોડી દો. ફરીથી દસ સુધીની ગણતરી કરતાં માંસપેશીઓને સંકોચો અને પછી ઢીલ છોડી દો. આ કસરત સવાર-સાંજ ૨૦ વખત કરો. તમે આ કસરત ગમે ત્યાં કરી શકો છો. સતત છ અઠવાડિયા સુધી તે કરતાં રહેવાથી તમે પોતે જ અનુભવશો તમે પહેલાં કરતાં વધારે સમય સુધી નિયંત્રણ રાખી શકો છો.

જો આ ઉપાયો અજમાવવા છતાં સમસ્યા દૂર ન થાય, તો ડોક્ટરની સલાહ લઈ તમારી સમસ્યા પર નિયંત્રણ લાવી શકાય એવી દવા લેવી જોઈએ.  જોકે દવાથી થતી અસર મોટા ભાગે કામચલાઉ હોવાથી સૌથી સારું એ જ છે કે ઉપરોક્ત સૂચનોનો અમલ કરો. તમારી તકલીફ દૂર થઈ જશે.

પ્રશ્ન:

મારી ઉંમર ૪૮ વર્ષની છે અને છેલ્લા દસ વરસથી હું ડાયાબીટસનો દર્દી છું. છેલ્લા બે એક વરસથી હું શિશ્નોત્થાનને લગતી સમસ્યાથી પીડાઉં છું. એક ડોક્ટરે મને ૨૫૦ મિલિગ્રામ સસ્ટેનોનનો ઈન્જેક્શનો લેવા કહ્યું હતું. દર મહિને હું તે લેતો, પરંતુ તેનાથી કશો ફાયદો થયો નહીં.

- મોટા ભાગે ડાયાબિટીસના દર્દીઓમાં અને ખાસ કરીને ૪૮ વર્ષના પુરુષમાં શિશ્નોત્થાનને લગતી સમસ્યા હોર્મોન્સની ખામીને કારણે નથી થતી. સામાન્ય રીતે આ સમસ્યા રક્તનલિકાઓને લગતી અથવા મગજની રક્તનલિકાઓને લગતી હોય છે. તેથી ક્લોરપ્રોમેઝીન સહિતના પાપાવેરાઈન જેવા શિશ્નની અંદર લેવામાં આવતા ઈન્જેક્શનના પૂરતા ડોઝ ફાયદાકારક નીવડશે. જોકે શરૂઆતમાં તમારે કોઈક ડોક્ટરની દેખરેખ હેઠળ જ તે લેવાં જોઈએ. ત્યારબાદ એ જ ડોક્ટર તમને તેની રીત શીખવાડે અને તમે જાતે તે લઈ શકો છો.