હૈદરાબાદના આ 3 સ્થળોની મુલાકાત લીધા વિના પાછા આવશો, તો અધૂરી રહી જશે તમારી સફર
જો તમે હૈદરાબાદના હુસૈન સાગર તળાવ, ચાર મિનાર અને ગોલકોંડા કિલ્લા જેવા સ્થળોની મુલ

જો તમે હૈદરાબાદના હુસૈન સાગર તળાવ, ચાર મિનાર અને ગોલકોંડા કિલ્લા જેવા સ્થળોની મુલાકાત એકવાર લઇ લીધી છે અને હૈદરાબાદમાં ફરવા માટે કોઈ નવી જગ્યા શોધી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી થશે. આજના લેખમાં અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. હૈદરાબાદની આ અનોખી હિડન પ્લેસ તમને ખરેખર આકર્ષિત કરશે.
ચૌમહલ્લા પેલેસ
નવાબોના શહેરમાં હાજર આ મહેલને એક સમયે હૈદરાબાદનું હૃદય કહેવામાં આવતો હતો. જો તમે હૈદરાબાદમાં ચૌમહલ્લા પેલેસની મુલાકાત લેવાની યોજના બનાવવી જોઈએ. આ મહેલ બે ભાગમાં વહેંચાયેલો છે. આ મહેલના મુખ્ય દરવાજાની ઉપર એક ઘડિયાળ જોવા મળશે, જેને લોકો પ્રેમથી 'ખિલવત ઘડિયાળ' કહે છે. તમે અહીં સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી જઈ શકો છો. ચારમિનારની નજીક સ્થિત આ સ્થળ ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે.
લુમ્બિની પાર્ક
લુમ્બિની પાર્ક એ એક પાર્ક છે જેનું નામ નેપાળમાં લુમ્બિની પાર્કના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પાર્ક હુસૈન સાગરની બાજુમાં આવેલ છે. અહીં તળાવમાં તમે ભગવાન બુદ્ધની એક સુંદર વિશાળ પ્રતિમા જોશો. અહીં બોટ દ્વારા પહોંચી શકાય છે. લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીંના વોટર શો વિશે બહુ ઓછા લોકો જાણે છે. તમે અહીં સાંજે લેઝર શોનો પણ આનંદ માણી શકો છો.
- લુમ્બિની પાર્કમાં લેઝર શોનો સમય - સાંજે 7.15 વાગ્યે.
- શનિવાર અને રવિવારે બે લેઝર શો - સાંજે 7.15 અને 8.30 વાગ્યે.
- લેઝર શોની ટિકિટની કિંમત - 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ.
- મ્યુઝિકલ ફાઉન્ટેન શોની ટિકિટની કિંમત - 10 રૂપિયા પ્રતિ વ્યક્તિ.
- મ્યુઝિકલ ફાઉન્ટેન શોનો સમય - 6.30થી 8 વાગ્યા સુધી.
હૈદરાબાદ બોટનિકલ ગાર્ડન
હૈદરાબાદ શહેરના કેન્દ્રથી લગભગ 16 કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ બાળકો સાથે ફરવા માટેનું એક સારું સ્થળ છે. લીલાછમ છોડ, વૃક્ષો, ઝાડીઓ અને ફૂલોથી ભરેલી આ જગ્યા તમને ગરમીમાં રાહતનો અનુભવ કરાવશે. અહીં તમને ફુવારા પણ જોવા મળશે.
સમય - પાર્ક સવારે 5:30થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.
પ્રવેશ ફી - વ્યક્તિ દીઠ 25 રૂપિયા, બાળકો માટે 10 રૂપિયા અને ફોટોગ્રાફી માટે 500 રૂપિયા.








