મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

આ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે વર્લ્ડ હેરિટેજ ડે, આ રીતે ઉજવણીની થઈ શરૂઆત

‘વિશ્વ ધરોહર દિવસ’ (વર્લ્ડ હેરિટેજ ડે) દર વર્ષે 18 એપ્રિલે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ

આ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે વર્લ્ડ હેરિટેજ ડે, આ રીતે ઉજવણીની થઈ શરૂઆત

‘વિશ્વ ધરોહર દિવસ’ (વર્લ્ડ હેરિટેજ ડે) દર વર્ષે 18 એપ્રિલે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસને “સ્મારકો અને સ્થળો માટે આંતરરાષ્ટ્રીય દિવસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં માનવ સભ્યતા સાથે સંબંધિત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના મહત્ત્વને ઉજાગર કરવાનો અને લોકોને તેમના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે.

વિશ્વ વારસો દિવસનો ઇતિહાસ

વિશ્વભરમાં પ્રસિદ્ધ ઇમારતો અને કુદરતી સ્થળોના સંરક્ષણની દરખાસ્ત સૌપ્રથમ 1968માં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. જેને સ્ટોકહોમમાં આંતરરાષ્ટ્રીય સમિટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સ્તરે ઉજવવાનો પ્રસ્તાવ વર્ષ 1982માં આવ્યો હતો. આગલા વર્ષે એટલે કે 1983માં વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવા માટે સત્તાવાર માન્યતા આપવામાં આવી. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા 18 એપ્રિલ 1982ના રોજ ટ્યુનિશિયામાં પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વર્લ્ડ હેરિટેજ ડે થીમ 2024

દર વર્ષે આ દિવસ એક નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ હેરિટેજ ડેની થીમ છે – Discover and experience diversity આનો અર્થ છે વિવિધતાને શોધો અને અનુભવો.

વિશ્વ ધરોહર દિવસનું મહત્ત્વ

દરેક દેશમાં કોઈને કોઈ ઈમારત હોય છે જે તેની ભવ્યતાનું પ્રતિક છે. આ ઇમારતો દ્વારા જ તે દેશની કલા, સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રગટ થાય છે. આ હેરિટેજ સાઇટ્સ છે જે માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધને પ્રતિબિંબિત કરે છે અને માનવ સંસ્કૃતિના વિકાસની વાર્તા પણ કહે છે. આવનારી પેઢીઓને જૂના સમયનો પરિચય કરાવવામાં પણ આ બાબતોનું ઘણું મહત્ત્વ છે.

કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે?

વિશ્વભરમાં કુલ 1199 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. જેમાંથી 933 સાંસ્કૃતિક સ્થળો છે, 227 કુદરતી સ્થળો છે અને 39 મિશ્ર સ્થળો છે. અને 56 હેરિટેજ સાઈટ જોખમી યાદીમાં સામેલ છે.

આ સમાચાર શેર કરો