મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

આજે છે World Toilet Day, જાણો શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ

શૌચાલય અથવા ટોયલેટ એ માનવીની મૂળભૂત જરૂરિયાતોમાંની એક છે. આ મુદ્દો દરેક વ્યક્તિ, સમાજ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. તેથ

આજે છે World Toilet Day, જાણો શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ

શૌચાલય અથવા ટોયલેટ એ માનવીની મૂળભૂત જરૂરિયાતોમાંની એક છે. આ મુદ્દો દરેક વ્યક્તિ, સમાજ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. તેથી, આજનો દિવસ (19 નવેમ્બર) દર વર્ષે વિશ્વ શૌચાલય દિવસ (World Toilet Day) તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય રોગોને રોકવા માટે  સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનો છે. આ માત્ર ખુલ્લામાં શૌચ અટકાવવા જેવા મુદ્દાઓને નથી આવરી લેતું, પરંતુ અન્ય ઘણા ઉદ્દેશ્યોનો પણ સમાવેશ કરે છે. તો ચાલો જાણીએ વિશ્વ શૌચાલય દિવસ 2024 થીમ અને આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

વિશ્વ શૌચાલય દિવસનો ઈતિહાસ

વિશ્વ શૌચાલય દિવસની શરૂઆત 2001માં સિંગાપોરમાં જેક સિમ દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી વિશ્વ શૌચાલય દિવસ દર વર્ષે 19 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ NGOનો ઉદ્દેશ શૌચાલયના મહત્ત્વને ઉજાગર કરવાનો હતો અને તેને 2007માં સસ્ટેનેબલ સેનિટેશન એલાયન્સ તરફથી ટેકો મળ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પાણી અને સ્વચ્છતાના અધિકારને મૂળભૂત માનવ અધિકાર તરીકે સ્વીકાર્યા પછી, વર્ષ 2010માં આ દિવસને વિશ્વ શૌચાલય દિવસ તરીકે વ્યાપકપણે માન્યતા આપવામાં આવી અને ત્યારથી સમગ્ર વિશ્વએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું.

વિશ્વ શૌચાલય દિવસ 2024ની થીમ

વિશ્વ શૌચાલય દિવસ 2024ની થીમ 'શૌચાલય - શાંતિ માટેનું સ્થળ' (Toilets – A Place for Peace) છે. આ વર્ષની થીમ એ વાત પર ભાર મૂકે છે કે સંઘર્ષ, આબોહવા પરિવર્તન અને કુદરતી આફતોના કારણે અબજો લોકો સ્વચ્છતાના વધતા જોખમોનો સામનો કરી રહ્યા છે. તેથી, આ થીમ હેઠળ, વર્ષ 2030 સુધીમાં બધા માટે સલામત શૌચાલય અને ટકાઉ વિકાસના 6 લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા છે.

વિશ્વ શૌચાલય દિવસ 2024 શા માટે ઉજવવામાં આવે છે?

શૌચાલય એ આપણા જીવનમાં એક આવશ્યક સલામત અને સુરક્ષિત સ્થળ છે. પરંતુ અબજો લોકો માટે, સંઘર્ષ, આબોહવા પરિવર્તન અને આપત્તિઓને કારણે સ્વચ્છતા જોખમમાં છે. આ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જરૂરી છે. પરંતુ જ્યારે શૌચાલયની વ્યવસ્થાઓ અપૂરતી અથવા ક્ષતિગ્રસ્તહોય છે, ત્યારે પ્રદૂષણ અને જીવલેણ રોગો ફેલાય છે. આ રીતે દરેક વ્યક્તિ પાસે શૌચાલય હોય તે માટે વિશ્વ શૌચાલય દિવસ ઉજવવામાં આવે છે.

આ સમાચાર શેર કરો