મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

દર વર્ષે 1 ડિસેમ્બરે શા માટે ઉજવવામાં આવે છે World AIDS Day? જાણો શું છે 2025ની થીમ

દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ (World AIDS Day) એઇડ્સ (AIDS) વિશે જાગૃતિ લાવવા, તેની સાથે સંકળાયેલા

દર વર્ષે 1 ડિસેમ્બરે શા માટે ઉજવવામાં આવે છે World AIDS Day? જાણો શું છે 2025ની થીમ

દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ (World AIDS Day) એઇડ્સ (AIDS) વિશે જાગૃતિ લાવવા, તેની સાથે સંકળાયેલા કલંકને દૂર કરવા અને તેની સારવારમાં સુધારો કરવા માટે ઉજવવામાં આવે છે. AIDS એક ખૂબ જ ખતરનાક રોગ છે જેનો હજુ સુધી કોઈ ઈલાજ નથી.

AIDS વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને એટલી હદે નબળી પાડે છે કે શરીર નાના ઇન્ફેકશન સામે પણ લડવામાં અસમર્થ બની જાય છે. આનાથી ઇન્ફેકશન વધે છે અને અંતે વ્યક્તિ મૃત્યુ થાય છે. તેથી, AIDS નિવારણ અને નિયંત્રણ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ શું તમે જાણો છો કે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ શું છે? ચાલો તમને તેના વિશે જણાવીએ.

શરૂઆત

AIDS વિશે lલોકોમાં જાગૃતિનો અભાવ હતો અને તેની સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ લોકોના મનમાં ઘર કરી ગઈ હતી. તેથી, આ રોગ વિશે જાગૃતિ લાવવાની જરૂર હતી. આ જરૂરિયાતને ઓળખીને, જેમ્સ ડબલ્યુ. બુન અને થોમસ નેટરે વૈશ્વિક જાગૃતિ દિવસ મનાવવાનો વિચાર રાખ્યો. તેમનો ધ્યેય એક એવો દિવસ બનાવવાનો હતો જે લોકોને આ જીવલેણ રોગ વિશે શિક્ષિત અને જાગૃત કરે.

શા માટે 1 ડિસેમ્બર પસંદ કરવામાં આવી?

આ વિચારને ધ્યાનમાં રાખીને, 1988માં સૌપ્રથમ વખત 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પહેલનું મુખ્ય કારણ એ હતું કે, ચૂંટણીઓ અને નાતાલની રજાઓથી દૂર આ તારીખને મહત્તમ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે એક તટસ્થ વિકલ્પ માનવામાં આવતો હતો. 1996 માં, સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી, UNAIDS એ વિશ્વ આરોગ્ય સંગઠન પાસેથી આ કાર્યક્રમની બાગડોર સંભાળી. ત્યારથી UNAIDSએ આ દિવસ માટે એક ચોક્કસ થીમ સ્થાપિત કરી છે, જે વૈશ્વિક પ્રયાસોને માર્ગદર્શન આપે છે.

વર્ષ 2025 માટે થીમ

દર વર્ષની જેમ આ વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ માટે એક ચોક્કસ થીમ પસંદ કરવામાં આવી છે. આ વર્ષની થીમ છે 'વિક્ષેપને દૂર કરવો, એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવવું' (Overcoming disruption, transforming the AIDS response). આ થીમ 2030 સુધીમાં AIDSને સમાપ્ત કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવી હતી. આ થીમ આપણને યાદ અપાવે છે કે જ્યાં સુધી આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને તકોની પહોંચમાં અંતર રહેશે ત્યાં સુધી AIDSના ફેલાવાને રોકવું મુશ્કેલ રહેશે.

આ સમાચાર શેર કરો