મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

કયો ખોરાક પાચન માટે કેટલો સમય લે છે, જાણો આખી લિસ્ટ 

તમે જે ખોરાક ખાઓ છો તેના દરેક કોળિયાને પચાવ માટે અલગ-અલગ સમય લાગે છે. જે 20 મિનિટથી લઈને 5 કલાક સુધીનો હોય શકે છે. મેટા

કયો ખોરાક પાચન માટે કેટલો સમય લે છે, જાણો આખી લિસ્ટ 

તમે જે ખોરાક ખાઓ છો તેના દરેક કોળિયાને પચાવ માટે અલગ-અલગ સમય લાગે છે. જે 20 મિનિટથી લઈને 5 કલાક સુધીનો હોય શકે છે. મેટાબોલિક સર્જનોનું માનવું છે કે,''ભોજન પાચનના સમયને સમજતા તમને તમારું સારું ભોજન પ્લાન, ઉર્જા સંતુલન અને વજન વ્યવસ્થાપનમાં મદદ મળશે.''

ડોક્ટર્સનું માનવું છે કે,''ભોજનને આમાશયથી નાના આંતરડા સુધી પહોંચતા લગભગ 4 કલાકનો સમય લાગે છે, જે પાચનનું પહેલું કદમ છે, ત્યાંથી મોટા આંતરડા સુધી પહોંચતા લગભગ 6થી 12 કલાક લાગે છે, ક્યારેક આનાંથી પણ વધુ થઈ શકે છે.  

અહીં જાણો તમારા ફેવરિટ ફૂડ્સને પાચન માટે કેટલો સમય લાગે છે અને તે તમારા પાચન તંત્રમાં કેટલા સમય સુધી રહે છે. તમે આરોગેલું ભોજન કેટલા સમય સુધી પેટના નાના આંતરડા રહે છે આ સિવાય પાચન તંત્રમાંથી પસાર થતી વખતે તેને 12થી 48 કલાકનો સમય લાગે છે. 

ખાલી પેટ પાણી પીવામાં આવે તો તે તરત જ નીકળી જાય છે અને આંતરમાં પહોંચી જાય છે. ફળ-શાકના જ્યુસને પચવા માટે 15થી 20 મિનિટનો સમય લાગે છે. 

ફળ 

તરબૂચ 20 મિનિટ, નારંગી-દ્રાક્ષ ૩૦ મિનિટ, સફરજન અને નાસપતી 30 મિનિટ, પીચ અને ચેરી 40 મિનિટ. 

શાકભાજી 

કાચું સલાડ, ટામેટાં અને મરચું પચવામાં 30થી 40 મિનિટનો સમય લાગે છે. ગાજર-બીટ 50 મિનિટ લે છે, મકાઇ અને બટકાને પચવા માટે 60 મિનિટ થાય છે.

આનજ

બ્રાઉન રાઈસ અને બજારાને પચવા માટે 90 મિનિટ લાગે છે અને મકાઇનો લોટ અને ઓટ્સને પચવા માટે 90 મિનિટ્સ લાગે છે.  

કઠોળ

દાળ, લીમા કઠોળ, ચણા, વટાણા, તુવેર અને રાજમાને પચવામાં 90 મિનિટ લાગે છે, જ્યારે સોયાબીન 2 કલાક લે છે.

સીડ્સ અને ડ્રાઈ ફ્રૂટ 

સૂર્યમુખી-કોળાના બીજ, તલ, બદામ, મગફળી, કાજુને પચાવવા 2 કલાક અને બ્રાઝિલ નટ્સને પચવા 2:30થી 3 કલાક લાગી શકે છે. 

દૂધ અને પનીર 

સ્કિમ્ડ દૂધ, ઓછા ફેટ વાળું પનીર પચાવ માટે 90 મિનિટ લે છે. હૉલ દૂધથી બનેલું પનીર 2 કલાક અને હૉલ મિલ્કથી બનેલું સોલીડ પનીર 4થી 5 કલાક લે છે.  

એનિમલ પ્રોટીન 

ઈંડાની જર્દી, ઓછા ફેટવાળી માછલી 30 મિનિટ લે છે જ્યારે આખું ઈંડું અને ફેટવાળી માછલી પચવા માટે 45 મિનિટ લે છે. ચિકન દોઢથી 2 કલાક લઈ શકે છે, ઘેટાંનું માસ ૩-૪ કલાકમાં અને ડુક્કરનું માંસ ૪.થી ૫ કલાકમાં પચી જાય છે.

સ્ત્રી, પુરુષ, બાળકો અને વૃદ્ધો માટે ડાઈજેશનની પ્રોસેસ  

સ્ત્રી, પુરુષ, અને બાળકો આ ત્રણેયના પાચન તંત્ર અલગ-અલગ રીતે કામ કરે છે. પુરુષોમાં મસલ્સ વધુ હોય છે તેથી તેઓ સારા મેટાબોલિઝમને કારણે ખોરાક થોડી તેજી સાથે પચે છે. એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન જેવા હોર્મોન્સ ખોરાકમાં પચાનને ધીમું કરી દે છે. જો બાળકોની વાત કરવામાં આવે તો તેનું ભોજન વયસ્કોની તુલનામાં જલદી પચી જાય છે. જેનું કારણ છે કે તેનું મેટાબોલિઝમ સિસ્ટમ ઝડપી હોય છે અને તેનું પાચન તંત્ર પણ નાની હોય છે જેથી શરીરને એનર્જીની વારંવાર જરૂર પડતી હોય છે. 

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો