World Saree Day / કાંજીવરમ અને બનારસી સાડી વચ્ચે શું તફાવત છે? ખરીદતા પહેલા જાણી લો
દર વર્ષે 21 ડિસેમ્બરે વિશ્વ સાડી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ સાડીને વૈશ્વિક ઓળખ અપાવવા અને તેન

દર વર્ષે 21 ડિસેમ્બરે વિશ્વ સાડી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ સાડીને વૈશ્વિક ઓળખ અપાવવા અને તેની સુંદરતા, વિવિધતા અને સાંસ્કૃતિક મહત્ત્વની ઉજવણી કરવા માટે સમર્પિત છે. વિશ્વ સાડી દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સાડીની વિશિષ્ટતા અને વિવિધતાની ઉજવણી કરવાનો છે અને આ આઉટફિટને ભાવિ પેઢી સુધી પહોંચાડવાનો છે. આ દિવસ મહિલાઓને તેમના મૂળ સાથે જોડાવા અને પરંપરાઓને ગર્વથી સ્વીકારવાની તક આપે છે.
આ પણ વાંચો: World Saree Day : હજારો વર્ષ જૂનો છે ઈતિહાસ, ગુજરાતના પટોળા-બાંધણી છે વર્લ્ડ ફેમસ
જ્યારે પણ સાડીઓની વાત થાય છે ત્યારે દરેક વ્યક્તિ બનારસી અને કાંજીવરમ સાડીનો ઉલ્લેખ ચોક્કસ કરે છે. આ બંને સાડી મહિલાઓને સુંદર દેખાવામાં મદદ કરે છે, અને આ સાડીમાં તેમની સ્ટાઇલ પણ એકદમ અલગ દેખાય છે. ઘણીવાર લોકો આ બે સાડીઓ વચ્ચેનો તફાવત પારખી નથી શકતા. આવી સ્થિતિમાં, વિશ્વ સાડી દિવસના અવસર પર, અમે તમને આ બંને સાડીઓ વચ્ચેનો તફાવત જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમે પણ ખરીદી કરતી વખતે મૂંઝવણમાં ન મુકાઈ જાવ.
કાંજીવરમ સાડી
કાંજીવરમ સાડી ખૂબ જ સુંદર અને રોયલ આઉટફિટ છે. તે મૂળ તમિલનાડુના કાંજીવરમ (કાંચીપુરમ) પ્રદેશમાં તૈયાર કરવામાં આવે છે. આ સાડી પ્યોર સિલ્ક ફેબ્રિક પર તૈયાર કરવામાં આવે છે.
આ સાડીની ડિઝાઇનની વાત કરીએ તો આ સાડીઓ ખૂબ જ હેવી હોય છે અને તેની બોર્ડર પણ ઘણી હેવી છે કારણ કે તેના પર ગોલ્ડ અને સિલ્વર વર્ક હોય છે. આ સાડીઓમાં મંદિરો, ફૂલો, પ્રાણીઓ અને પક્ષીઓના પરંપરાગત આકાર હોય છે. કાંજીવરમ સાડીની બોર્ડર અલગથી તૈયાર કરવામાં આવે છે અને પછીથી જોડવામાં આવે છે, જેનાથી એક સ્પસ્ટ તફાવત દેખાય છે.
બનારસી સાડી
નવવધૂઓ મોટે ભાગે લગ્ન બાદ બનારસી સાડી પહેરવાનું પસંદ કરે છે. આ મૂળ ઉત્તર પ્રદેશના વારાણસી (બનારસ) વિસ્તારમાં બનાવવામાં આવે છે. આ સાડીઓ પ્યોર સિલ્ક તેમજ કટક અથવા શિફોન ફેબ્રિક પર તૈયાર કરવામાં આવે છે. તેની ડિઝાઇન એકદમ સૂક્ષ્મ હોય છે.
મોટાભાગની બનારસી સાડીઓમાં વેલા, ફૂલો, પાંદડા, જાળી અને જટિલ મોટિફ જેવી મુગલ કલાથી પ્રેરિત ડિઝાઇન હોય છે. તેની સાથે જ ઝરીના અને મીના વર્ક પણ વધુ હોય છે. બનારસી સાડીઓ તમને પરંપરાગત અને વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે. આ સાડી પર ભારે વણાટ હોય છે, જે તેને ભવ્ય અને રોયલ બનાવે છે.
આ છે મોટો તફાવત
જો તમે તમારા હાથથી સાડીને સ્પર્શ કરો છો, તો તમે તરત જ કાંજીવરમ સાડીના ભારે અને મજબૂત ટેક્સચર અને બનારસી સાડીના હળવા અને સુંદર વણાટને ઓળખી શકો છો. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે સિલ્કની સાડી ખરીદવા જાઓ ત્યારે તેને તમારા હાથથી પકડીને તેનું વર્ક જુઓ અને ઉપર જણાવેલ વિગતો પર ધ્યાન આપો.








