મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

સાંજના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે વેજીટેબલ મખાના ચાટ, જાણો Recipe

પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું ર

સાંજના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે વેજીટેબલ મખાના ચાટ, જાણો Recipe

પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, અને દિવસભર એનર્જી પણ રહે છે. તમે તેને ઘણી વખત તળીને અથવા કોઈ સ્વીટ ડીશમાં ઉમેરીને ખાધુ જ હશે, પરંતુ આજે અમે તમને તેની ખાટી-મીઠી અને મસાલેદાર ચાટ કેવી રીતે બનાવવી તે શીખવીશું. અમે વેજીટેબલ મખાના ચાટ વિશે વાત કરી રહ્યા છીએ, જે તમે નાસ્તામાં અથવા સાંજે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. ચાલો તમને તેની સરળ રેસીપી જણાવી દઈએ.

સામગ્રી 

  • મખાના - 1 કપ
  • દહીં - 1/2 કપ
  • બટાકા - 1 નંગ
  • ટમેટ - 1 નંગ
  • ડુંગળી - 1 નંગ
  • ગાજર - 1/2
  • કાકડી - 1 નંગ
  • આમલીની ચટણી - 2 ચમચી
  • લીલી ચટણી - 2 ચમચી
  • કોથમીર - 1 ચમચી સમારેલી
  • દેશી ઘી- 1/2 ચમચી
  • મીઠું - સ્વાદ મુજબ
  • દાડમના દાણા - જરૂર મુજબ

બનાવવાની રીત

  • વેજીટેબલ મખાના ચાટ બનાવવા માટે સૌ પ્રથમ શાકભાજીને ધોઈને બારીક સમારી લો.
  • આ પછી, બટાકાને પ્રેશર કૂકરમાં મૂકો અને તેને બાફી લો.
  • ત્યારબાદ દહીંને સારી રીતે ફેટી લો અને તેને બાજુ પર રાખો.
  • હવે એક કડાઈમાં દેશી ઘી નાખી મખાના શેકી લો.
  • આ પછી, બધા ઝીણા સમારેલા શાકભાજીને ફેટેલા દહીંમાં ઉમેરો અને મિક્સ કરો.
  • હવે તેની ઉપર મીઠું, આમલીની ચટણી અને લીલી ચટણી ઉમેરીને મિક્સ કરો.
  • પછી મખાનાને ચાટમાં ઉમેરો અને મિક્સ કરો.
  • હવે ચાટને દાડમના દાણાથી ગાર્નીશ કરો.
  • તમારી હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલ મખાના ચાટ તૈયાર છે.

આ સમાચાર શેર કરો