તમે પણ ડેન્ડ્રફ અને હેરફોલથી પરેશાન છો, તો લીમડાના પાનના ઉપયોગથી દૂર થશે સમસ્યા
આજકાલ ઘણા લોકો હેરફોલ અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી પરેશાન છે. તેનાથી છુટકારો મેળવવા માટે, લોકો આજકા

આજકાલ ઘણા લોકો હેરફોલ અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી પરેશાન છે. તેનાથી છુટકારો મેળવવા માટે, લોકો આજકાલ ઘણી હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, આ સિવાય કેટલાક લોકો હેર ટ્રીટમેન્ટ કરાવે છે જેથી તેમના વાળ નરમ અને ચમકદાર બને. પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ ડેન્ડ્રફ અને હેરફોલ જેવી સમસ્યાઓથી છુટકારો નથી મળતો. આવી સ્થિતિમાં, તમારા ઘરમાં હાજર કુદરતી વસ્તુઓ વાળ આ સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
લીમડાના પાનમાં એન્ટી-ઈન્ફલેમેટરી અને એન્ટી-માઈક્રોબિયલ ગુણો હોય છે. તેથી, તે ડેન્ડ્રફ અને વાળ સંબંધિત અન્ય સમસ્યાઓ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે તમે તમારા વાળ પર લીમડાના પાનનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો.
લીમડાના પાનનું પાણી
એક કપ લીમડાના પાન લો અને તેને સારી રીતે ધોઈ લો. હવે એક પેનમાં લીમડાના પાન અને ચારથી પાંચ કપ પાણી નાખીને પાણીનો રંગ લીલો થાય ત્યાં સુધી ઉકાળો. પાણી ઠંડુ થાય એટલે ગાળી લો. હવે આ લીમડાના પાણીને વાળ અને સ્કેલ્પ પર સારી રીતે લગાવો. થોડીવાર રહેવા દો, પછી પાણીથી ધોઈ લો.
લીમડાના પાનનો હેર પેક
આ માટે સૌ પ્રથમ લીમડાના કેટલાક પાન લો અને તેને સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ તેને પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢીને તેમાં 2 ચમચી નારિયેળ તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારા વાળ અને સ્કેલ્પ પર લગાવો. આ પેસ્ટને 15થી 20 મિનિટ સુધી રાખ્યા પછી, વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.
લીમડો અને આમળા
હેર ગ્રોથને સુધારવા માટે તમે લીમડો અને આમળાને મિક્સ કરીને પણ વાપરી શકો છો. આ માટે સૌ પ્રથમ 3થી 4 ચમચી લીમડાના પાવડરમાં 3 ચમચી આમળા પાઉડર ભેળવો અને તેમાં નવશેકું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો અને વાળમાં લગાવો. આ માસ્કને વાળમાં 15થી 20 મિનિટ સુધી લગાવી રાખો અને પછી વાળ ધોઈ લો.
લીમડાનું તેલ
તમે વાળમાં લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તેને નારિયેળ તેલમાં મિક્સ કરો અને તમારા સ્કેલ્પ પર લગાવી મસાજ કરો અને તેને 30 મિનિટ માટે છોડી દો. આ પછી હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.








