મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / જો તમે રોજ-રોજ એક સરખા શાક ખાઈને કંટાળી ગયા હોવ, તો ટ્રાય કરો સ્ટફ્ડ કેપ્સિકમ

જો તમને લંચ કે ડિનરમાં એક સરખા શાક ખાઈને કંટાળી ગયા હોવા અને કંઈક અલગ ટ્રાય કરવા માંગતા હોવ તો સ્ટફ્ડ કેપ્સિકમ એક સ

Recipe / જો તમે રોજ-રોજ એક સરખા શાક ખાઈને કંટાળી ગયા હોવ, તો ટ્રાય કરો સ્ટફ્ડ કેપ્સિકમ

જો તમને લંચ કે ડિનરમાં એક સરખા શાક ખાઈને કંટાળી ગયા હોવા અને કંઈક અલગ ટ્રાય કરવા માંગતા હોવ તો સ્ટફ્ડ કેપ્સિકમ એક સારો વિકલ્પ છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ ખૂબ પૌષ્ટિક પણ છે. કેપ્સિકમમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે જે તમારા એકંદર સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરી શકે છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રેસીપી.

સામગ્રી

  • કેપ્સિકમ - 4-5 (મધ્યમ કદના)
  • બટાકા - 2-3 (મધ્યમ કદના)
  • ડુંગળી - 1 (મોટી)
  • ટમેટા - 2 (મધ્યમ કદના)
  • લીલા મરચા - 2-3 (બારીક સમારેલા)
  • કોથમીર - ½ કપ (બારીક સમારેલી)
  • આદુ - 1 ઈંચ 
  • લસણ- 4-5 કળી 
  • ગરમ મસાલો - ½ ચમચી
  • ધાણા પાવડર- 1 ચમચી
  • હળદર પાવડર - ¼ ચમચી
  • લાલ મરચું પાવડર - સ્વાદ મુજબ
  • મીઠું - સ્વાદ મુજબ
  • તેલ - જરૂર મુજબ

બનાવવાની રીત

  • સ્ટફ્ડ કેપ્સિકમ બનાવવા માટે સૌપ્રથમ કેપ્સિકમને ધોઈ લો, હવે તેને વચ્ચેથી કાપી લો અને બીજ કાઢી લો.
  • હવે બટાકાને બાફીને મેશ કરો અને ડુંગળી, ટમેટા, લીલા મરચા, આદુ અને લસણને બારીક સમારી લો.
  • પછી એક કડાઈમાં તેલ ગરમ કરો અને ડુંગળીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો 
  • હવે તેમાં ટમેટા, લીલા મરચા, આદુ અને લસણ નાખીને પકાવો.
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં મેશ કરેલા બટાકા, બધા મસાલા અને કોથમીર નાખીને બરાબર મિક્સ કરી લો.
  • તૈયાર કરેલા સ્ટફિંગને કેપ્સિકમમાં ભરો અને એક પેનમાં તેલ ઉમેરીને ગરમ કરો.
  • હવે તેમાં કેપ્સીકમ મૂકો અને તેને ઢાંકીને પકાવો.
  • જ્યારે તે બરાબર રંધાઈ જાય ત્યારે તેને ગરમા-ગરમ સર્વ કરો.
  • જો તમે ઈચ્છો તો કેપ્સિકમની ઉપર ચીઝ નાખી શકો છો.

આ સમાચાર શેર કરો