Recipe / સાંજના નાસ્તામાં કઈંક હેલ્ધી અને ટેસ્ટી ખાવું હોય તો ટ્રાય કરો રાજમા રોલ
ઉનાળામાં લોકો હળવું લંચ લેવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિને ઘણીવાર સાંજે કંઈક ખાવાનું મન થાય છે, પરંતુ આ

ઉનાળામાં લોકો હળવું લંચ લેવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિને ઘણીવાર સાંજે કંઈક ખાવાનું મન થાય છે, પરંતુ આ ભૂખ કેવી રીતે સંતોષવી તે સમજાતું નથી. આજે અમે તમારા માટે લાવ્યા છે બચેલા રાજમાની રેસીપી, જે પ્રોટીનથી ભરપૂર છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. ચાલો ઝડપથી જાણીએ રાજમા રોલ બનાવવાની સરળ રીત.
સામગ્રી
- રાજમા - 1 કપ
- બેબી લેટસ - અડધો કપ
- માખણ - 2 ચમચી
- સાલ્સા સોસ - 2 ચમચી
- ફુદીનાની ચટણી - 2 ચમચી
- મોઝેરેલા ચીઝ - 4 ચમચી
- ડુંગળી - અડધો કપ
- ટામેટાની પ્યુરી - એક કપ
બનાવવાની રીત
- રાજમા રોલ બનાવવા માટે પહેલા રાજમાને બાફી લો.
- હવે ટામેટાની પ્યુરીમાં સાથે બેબી લેટસ, ડુંગળી અને મોઝેરેલા ચીઝ ઉમેરીને પકાવી લો.
- હવે એક રોલ સીટ લો અને તેના પર સાલ્સા સોસ અને ફુદીનાની ચટણીને લગાવો.
- તેના પર બાફેલા રાજમા મૂકો. ત્યારબાદ ઉપર ડુંગળીનું મિશ્રણ અને બાકીનો સાલસા સોસ નાખો.
- હવે તેની ઉપર મોઝેરેલા ચીઝ નાખીને રોલ વાળી લો.
- ત્યારબાદ થોડું માખણ લગાવીને આ રોલને ગ્રીલરમાં ગ્રીલ કરો. અથવા તવા પર શેકી લો.
- આ પછી તેને બે ભાગમાં કાપીને ટોમેટો સોસ સાથે ગરમા-ગરમ સર્વ કરો.




