મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe : નાસ્તામાં ટ્રાય કરો પૌહા કટલેટ, તેને બનાવવાની રીત છે ખૂબ જ સરળ 

તમે પણ ઘણી વાર નાસ્તામાં પૌહા ખાધા હશે. તે માત્ર હળવો ખોરાક જ નથી પણ તેનો સ્વાદ પણ અદ્દભૂત લાગે છે. આવો આજે અમે તમને પૌહા કટલ

Recipe : નાસ્તામાં ટ્રાય કરો પૌહા કટલેટ, તેને બનાવવાની રીત છે ખૂબ જ સરળ 

તમે પણ ઘણી વાર નાસ્તામાં પૌહા ખાધા હશે. તે માત્ર હળવો ખોરાક જ નથી પણ તેનો સ્વાદ પણ અદ્દભૂત લાગે છે. આવો આજે અમે તમને પૌહા કટલેટ બનાવવાની એક સરળ રેસિપી જણાવીએ છીએ, જે ક્રિસ્પી, ક્રન્ચી અને હેલ્ધી તેમજ ખૂબ જ ટેસ્ટી છે. અહીં જાણો

સામગ્રી

પૌહા - 1 કપ
બટાકા-1
ડુંગળી-1
ટામેટા-1/2
ચાટ મસાલો - 1/2 ચમચી
લાલ મરચું પાવડર - 1/2 ચમચી
લીલા ધાણા - ગાર્નિશ માટે
ચોખાનો લોટ - 1 ચમચી
તેલ- તળવા માટે
મીઠું - સ્વાદ મુજબ

બનાવવાની રીત

પૌહા કટલેટ બનાવવા માટે પહેલા પૌહા પાણીથી ધોઈ લો.
હવે તેને એક ચારણીમાં નાંખો અને બધુ પાણી કાઢી લો.
તેને બીજા વાસણમાં નાખી દો અને પછી બાફેલા બટાકાની છાલ કાઢી લો.
પછી ટામેટા અને ડુંગળીને બારીક સમારી લો.
હવે પૌહાની અંદર ટામેટા, ડુંગળી, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે બટાકાને સારી રીતે મેશ કરી લો અને પછી તેને તમારી પસંદગી મુજબ ગોળ કે લાંબો આકાર આપો.
કટલેટને ચોખાના લોટમાં એક પછી એક લપેટી અને ગરમ તેલની કડાઈમાં મૂકો.
જ્યાં સુધી તે આછા સોનેરી રંગના ન થાય ત્યાં સુધી તેને તળી લો.
ક્રિસ્પી થઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને તમારી મનપસંદ ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

આ સમાચાર શેર કરો