મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઉનાળામાં કસરત કરવાથી ફાયદાને બદલે ન થઈ જાય નુકસાન, આ બાબતોનું રાખો ધ્યાન

મે-જૂન મહિનામાં સૌથી વધુ ગરમી પડતી હોય છે. આ સિઝનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે. સ્વસ્થ આહા

ઉનાળામાં કસરત કરવાથી ફાયદાને બદલે ન થઈ જાય નુકસાન, આ બાબતોનું રાખો ધ્યાન

મે-જૂન મહિનામાં સૌથી વધુ ગરમી પડતી હોય છે. આ સિઝનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે. સ્વસ્થ આહાર અને કસરત એ સ્વસ્થ રહેવાના મૂળ મંત્ર છે. જો તમે આ બે બાબતોનું ધ્યાન રાખશો તો તમે દરેક સિઝનમાં ફિટ એન્ડ ફાઈન રહેશો, પરંતુ જો તમે ઉનાળામાં કસરત કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન ન રાખો તો તે તમને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે.

આઉટડોર કસરત ટાળો

જો કે આઉટડોર કસરત સારી માનવામાં આવે છે, પરંતુ તીવ્ર સૂર્યપ્રકાશ અને વધુ પડતા પ્રદૂષણમાં કસરત કરવાથી શરીરને ફાયદાને બદલે નુકસાન થાય છે. આઉટડોર કસરત કરવાથી ડિહાઇડ્રેશન, શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા વધવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતો પરસેવો વળવાને કારણે ફોલ્લીઓ અને ખંજવાળનું જોખમ પણ વધી જાય છે.

આ પણ વાંચો: ઠંડા ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે છે ઝેર, થઈ શકે છે આ ખતરનાક રોગો

ઉંમર અને સહનશક્તિને ધ્યાનમાં રાખો

કસરત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બીજી મહત્ત્વની બાબત તમારી ઉંમર છે. સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સમાં આવીને કોઈપણ પ્રકારની કસરત કરવાથી ગંભીર ઈજા થઈ શકે છે. બિગેનર્સ માટે વિવિધ પ્રકારની કસરત છે, આ સિવાય જો તમે કોઈપણ બીમારીમાંથી રિકવર થઈ રહ્યા છો તો તેન માટે પણ અલગ કસરત છે. તેથી તમારી સહનશક્તિ અને શારીરિક સ્વાસ્થ્ય અનુસાર કસરત પસંદ કરો.

તમારી જાતને હાઇડ્રેટેડ રાખો

ઉનાળામાં કસરત કરતી વખતે તમારી સાથે પાણીની બોટલ રાખો, અને જ્યારે તમારું ગળું સુકાય ત્યારે જ પાણી પીવો. કસરત કરતી વખતે વારંવાર પાણી પીવું એ યોગ્ય નથી. પાણીને કોલ્ડ ડ્રિંક કે આવા કોઈ સોફ્ટ ડ્રિંકથી બદલવાની ભૂલ ન કરો. કસરત દરમિયાન જરૂરી માત્રામાં પાણી પીવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. તમારા વર્કઆઉટ પછી ઓછામાં ઓછા 30 મિનિટ પછી પુષ્કળ પાણી અથવા અન્ય ડ્રિંક પીવો.

મહત્ત્વપૂર્ણ ટીપ્સ

જો કસરત કરતી વખતે તમને શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં દુખાવો થવા લાગે તો કસરત ન કરો, તેના બદલે થોડો સમય આરામ કરો અને પછી ફરીથી શરૂઆત કરો.

કસરત દરમિયાન પુષ્કળ પાણી ન પીવો, તેના બદલે 30 મિનિટ પહેલા સારી માત્રામાં પાણી પીવો. આમ કરવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જળવાઈ રહે છે.

કસરતનો મહત્તમ લાભ મેળવવા માટે, સ્વસ્થ અને સંતુલિત આહાર લો. કસરત કરતા પહેલા વોર્મ અપ કરો. આનાથી કોઈપણ પ્રકારની ઈજા થવાની સંભાવના ઘટી જાય છે.

આ સમાચાર શેર કરો