મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Diwali 2024 / તમારા ઘરમાં પણ બાળકો હોય, તો આ રીતે તેમના માટે ખાસ બનાવો દિવાળીનો તહેવાર

દિવાળી એક એવો તહેવાર છે જેની દરેક વ્યક્તિ આખું વર્ષ રાહ જુએ છે. વડીલોથી લઈને બાળકો સુધી દિવાળીની તૈયારીઓ અગાઉથી જ

Diwali 2024 / તમારા ઘરમાં પણ બાળકો હોય, તો આ રીતે તેમના માટે ખાસ બનાવો દિવાળીનો તહેવાર

દિવાળી એક એવો તહેવાર છે જેની દરેક વ્યક્તિ આખું વર્ષ રાહ જુએ છે. વડીલોથી લઈને બાળકો સુધી દિવાળીની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દે છે. ખાસ કરીને નાના બાળકોની વાત કરીએ તો દિવાળી એ બાળકો માટે એક એવો તહેવાર છે, જેમાં ઘણો આનંદ, ઉત્સાહ અને ઉમંગ હોય છે. તેમના માટે, આ અવસર માત્ર રોશની અને મીઠાઈઓનો જ તહેવાર નથી પણ પરિવાર સાથે સમય વિતાવવા અને નવી વસ્તુઓ શીખવાની તક પણ છે.

બાળકોને તહેવારનું પરંપરાગત મહત્ત્વ જણાવવાની સાથે દિવાળીને તેમના માટે વધુ ખાસ બનાવી શકાય છે. દિવાળી દરમિયાન બાળકોને રજા હોય છે. આવી સ્થિતિમાં, તહેવારના દિવસોમાં તમારા બાળકોને ખાસ વસ્તુઓ શીખવવાની તક મળે છે. 

દિવાળીની કથા કહો

દિવાળી માત્ર એક તહેવાર નથી, પરંતુ તેની પાછળ એક ઐતિહાસિક અને ધાર્મિક કથા છે. આવી સ્થિતિમાં, તમારા બાળકોને રામાયણની વાર્તા સંભળાવીને અથવા ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની વાર્તા કહીને દિવાળીનું મહત્ત્વ સમજાવો.

ઘરની સજાવટમાં સામેલ કરો

તમારા બાળકોને દિવાળીની તૈયારીઓમાં સામેલ કરો. તમે તેમની સાથે રંગોળી બનાવી શકો છો. આનાથી બાળકો ક્રિએટિવ એક્ટિવિટીમાં વ્યસ્ત રહેશે અને તેઓને મજા પણ આવશે.

પૂજામાં સામેલ કરો

તમારા ઘરના બાળકોને દેવી લક્ષ્મીની અને ભગવાન ગણેશની પૂજાનું મહત્ત્વ સમજાવો. તેમને પૂજા દરમિયાન નાના કાર્યો કરવા માટે કહો, જેમ કે દીવા પ્રગટાવવા, પૂજાની થાળી તૈયાર કરવી અથવા તમારી સાથે આરતી કરવી વગેરે. તેનાથી તેમના મનમાં તહેવારનું મહત્ત્વ વધશે.

ગિફ્ટ આપો

દિવાળી પર બાળકોને ગિફ્ટ અથવા સરપ્રાઈઝ આપો. જો ઘરમાં એક કરતાં વધુ બાળકો હોય તો તેમને એકબીજાને ગિફ્ટ આપવા માટે કહો. આ તેમના માટે તહેવારને વધુ ખાસ બનાવશે. તમે તેમને નવા પુસ્તકો, રમકડા કે કપડા ગિફ્ટ તરીકે આપી શકાય.

શુભેચ્છા આપતા શીખવો

બાળકોને શીખવો કે તેઓ તેમના મિત્રો, સંબંધીઓ અને પડોશીઓને દિવાળીની શુભેચ્છા કેવી રીતે આપી શકે છે. તેઓ હાથથી બનાવેલા કાર્ડ અથવા ડિજિટલ મેસેજ મોકલી શકે છે. આનાથી તેમની સોશિયલ સ્કીલ વધશે.

આ સમાચાર શેર કરો