મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

New Year Party Tips / રાત્રે પાર્ટીમાં જઈ રહ્યા હોવ, તો ઈન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે ફોલો કરો આ ટિપ્સ

આજે વર્ષનો છેલ્લો દિવસ છે, જેને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. જે રીતે લોકો 1લી જાન્યુઆરીના રોજ નવા વ

New Year Party Tips / રાત્રે પાર્ટીમાં જઈ રહ્યા હોવ, તો ઈન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે ફોલો કરો આ ટિપ્સ

આજે વર્ષનો છેલ્લો દિવસ છે, જેને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. જે રીતે લોકો 1લી જાન્યુઆરીના રોજ નવા વર્ષનું સ્વાગત કરે છે, તેવી જ રીતે આજે એટલે કે 31મી ડિસેમ્બરને નવા વર્ષની પૂર્વ સંધ્યા તરીકે ઉજવવામાં આવે છે. આજે ઘણા લોકો રાત્રે પાર્ટીમાં જાય છે. અનેક સ્થળોએ આજે ​​રાત્રે 12 વાગ્યે નવા વર્ષનું કાઉન્ટડાઉન થાય છે, જેમાં યુવાનો સહિત તમામ ઉંમરના લોકો ભારે ઉત્સાહથી ભાગ લે છે.

આ પણ વાંચો: ગુલાબી ઠંડીમાં હોઠ ફાટી જાય છે તો ચિંતા ન કરો, આ લિપ બામ લગાવવાથી તમારો હોઠ થશે મુલાયમ

જો તમારે પણ આજે પાર્ટીમાં જવાનું છે પરંતુ ઠંડીને કારણે તમારો ચહેરો નિસ્તેજ થઈ ગયો છે, તો અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમારા ચહેરા પર ચમક આવી જશે. તેને ફોલો કરવા માટે, તમારે દિવસ દરમિયાન સમય કાઢવો પડશે, તો જ રાતની પાર્ટીમાં તમારો ચહેરો ગ્લોઈંગ દેખાશે.

પહેલા તમારો ચહેરો સાફ કરો

જો તમે પાર્ટી માટે તમારા ચહેરા પર ગ્લો લાવવા માંગો છો, તો પહેલા તમારા ચહેરાને હળવા ફેસ વોશથી ધોઈ લો. ચહેરાને સારી રીતે સાફ કર્યા પછી, ગરમ પાણીની સ્ટીમ લો, તેનાથી ચહેરાના પોર્સ ખુલે છે અને ગંદકી દૂર થાય છે.

સ્ક્રબનો ઉપયોગ કરો

સ્ટીમ લીધા પછી, ડેડ સ્કિન સેલ્સને દૂર કરવાનો સમય છે, આ માટે તમે હળવા સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઘરે સ્ક્રબ બનાવવા માંગો છો, તો ખાંડ અને મધનું સ્ક્રબ બનાવો અને તેનો હળવા હાથે ઉપયોગ કરો.

ફેસ પેક

સ્ક્રબ કર્યા પછી ચહેરો ધોઈ લો અને પછી ફેસ પેકનો ઉપયોગ કરો. આ માટે જો તમે ઈચ્છો તો ચણાનો લોટ, દહીં અને હળદરનું મિશ્રણ ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ પછી ધોઈ લો. જો આમાંથી કોઈપણ વસ્તુ તમને અનુકુળ ન હોય તો પપૈયાને મેશ કરી તેમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તે ઈન્સ્ટન્ટ ગ્લો આપે છે. તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર પેચ ટેસ્ટ કરો.

મસાજ કરો

ચહેરા પરથી ફેસ પેક દૂર કર્યા પછી, ચહેરાને સારી રીતે ધોઈ લો અને તેના પર કોઈપણ હાઇડ્રેશન પ્રદાન કરતી ક્રીમ લગાવો. આ પછી ફેશિયલ મસાજનો વારો આવે છે. આ માટે નાળિયેર તેલ અથવા ઓલિવ ઓઈલથી ચહેરા પર 10-15 મિનિટ સુધી મસાજ કરો. મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ત્વચા ગ્લોઈંગ બને છે. આ પ્રક્રિયાને ફોલો કર્યા પછી, પાર્ટીમાં તમારો ચહેરો ગ્લો કરશે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો