મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Karwa Chauth 2024 / લગ્ન પછી પહેલી વખત ઉજવી રહ્યા છો કરવા ચોથ, તો તેને આ રીતે બનાવો યાદગાર

કરવા ચોથ, મેરિડ કપલ્સ માટે એક મહત્ત્વપૂર્ણ હિંદુ તહેવાર છે, જે આ વર્ષે આવતીકાલે એટલે કે 20 ઓક્ટોબરના રોજ

Karwa Chauth 2024 / લગ્ન પછી પહેલી વખત ઉજવી રહ્યા છો કરવા ચોથ, તો તેને આ રીતે બનાવો યાદગાર

કરવા ચોથ, મેરિડ કપલ્સ માટે એક મહત્ત્વપૂર્ણ હિંદુ તહેવાર છે, જે આ વર્ષે આવતીકાલે એટલે કે 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં પતિ અને પત્ની માટે કરવા ચોથ એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે જે ખાસ કરીને ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. ધાર્મિક મહત્ત્વ હોવા ઉપરાંત, આ તહેવાર પતિ-પત્ની વચ્ચેના પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું પ્રતીક પણ છે. આ તહેવાર દ્વારા પતિ-પત્ની એકબીજા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરે છે. સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરે છે, અને પતિ, તેની પત્નીને પોતાના હાથે પીવડાવીને ઉપવાસ તોડે છે.

લગ્ન પછી પહેલીવાર કરવા ચોથની ઉજવણી કરનારા કપલ્સ આ તહેવારને લઈને વધુ ઉત્સાહિત છે. લગ્ન પછીની પ્રથમ કરવા ચોથ ખાસ બની જાય છે. ચાલો જાણીએ કે કેવી રીતે પતિ-પત્ની તેમની પ્રથમ કરવા ચોથને એકબીજા માટે યાદગાર બનાવી શકે છે.

લાગણીઓ વ્યક્ત કરો

પતિ-પત્નીનો સંબંધની સૌથી મોટી તાકાત પ્રેમ અને વિશ્વાસ છે. જો સંબંધમાં પ્રેમ હોય તો તેને વ્યક્ત કરવો જરૂરી છે. લગ્ન પછી પતિ-પત્નીએ એકબીજાને પ્રેમ અને લાગણી વ્યક્ત કરવી જોઈએ. કરવા ચોથનો દિવસ પતિ-પત્નીને પોતાની લાગણી વ્યક્ત કરવાની તક આપે છે. આ પ્રસંગે, પતિ તેની પત્ની માટે એક સુંદર મેસેજ, કવિતા અથવા પત્ર લખી શકે છે. પત્ની પણ તેના પતિ માટેની તેની લાગણી વ્યક્ત કરી શકે છે. આવી નાની ક્ષણો સંબંધને વધુ મજબૂત બનાવે છે.

ડેકોરેશન પણ દિવસને ખાસ બનાવશે

કરવા ચોથ નિમિત્તે ઘરની સજાવટ પણ તહેવારમાં બમણો ઉત્સાહ ઉમેરે છે. અને દિવસ વધુ ખાસ બની શકે છે. કરવા ચોથના અવસરે તમારા ઘરને સુંદર રીતે સજાવો. આ સિવાય પતિ-પત્નીએ પણ સારી રીતે તૈયાર થવું જોઈએ. સ્ત્રીઓ 16 શ્રુંગાર કરી શકે છે. તે જ સમયે, પતિએ પણ ટ્રેડીશનલ પહેરીને તેની પત્ની સાથે આ દિવસને વધુ ખાસ બનાવવો જોઈએ.

એકસાથે પૂજા કરો

કરવા ચોથ પૂજા એક એવી વિધિ છે જેમાં પતિ-પત્નીનો સંગાથ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સાથે મળીને પૂજા કરવાથી અને એકબીજાને શુભકામનાઓ આપવાથી સંબંધો મજબૂત બને છે. જ્યારે પતિ ચંદ્રને જોઈને ઉપવાસ તોડવામાં પત્ની સાથે જોડાય છે, ત્યારે તે તેમની એકતા અને પ્રેમ દર્શાવે છે. આ ઉપરાંત, પતિ દ્વારા તેની પત્નીને પાણી અને મીઠાઈ આપીને અને તેને પ્રેમથી ઉપવાસ તોડવો તે ખૂબ જ યાદગાર ક્ષણ હોઈ શકે છે.

સ્પેશિયલ ડિનરનો પ્લાન બનાવો

ઉપવાસ તોડ્યા પછી, પતિ-પત્ની માટે સ્પેશિયલ ડિનર પ્લાન કરીને દિવસને વધુ રોમેન્ટિક અને યાદગાર બનાવી શકે છે. આ માટે ઘરે અથવા રેસ્ટોરન્ટમાં કેન્ડલ લાઈટ ડિનર પ્લાન કરી શકાય છે. આ એવો સમય છે જ્યારે બંને એકબીજા સાથે પ્રેમભરી ક્ષણો વિતાવી શકે છે.

આ સમાચાર શેર કરો