આધુનિક પિતાઓ માટે વરદાન સમાન છે આ ‘સ્વિચ-ઓફ’ મંત્ર: બાળકો સાથે સંબંધ સુધરશે અને ઓફિસનો સ્ટ્રેસ થશે ગાયબ!
શું તમે પણ સાંજે ઓફિસથી ઘરે પાછા ફરતી વખતે લોગ-ઓફ તો થઈ જાવ છો, લેપટોપ પણ બાજુ પર મૂકી દો છો, પરંતુ ઓફ

શું તમે પણ સાંજે ઓફિસથી ઘરે પાછા ફરતી વખતે લોગ-ઓફ તો થઈ જાવ છો, લેપટોપ પણ બાજુ પર મૂકી દો છો, પરંતુ ઓફિસનો તણાવ અને હજારો ઈમેલની ચિંતા તમારી સાથે લિવિંગ રૂમ સુધી લઈ આવો છો? આજના 'ઓલવેઝ-કનેક્ટેડ' યુગમાં મોડર્ન ડેડ્સ (આધુનિક પિતાઓ) માટે સૌથી મોટો પડકાર છે ‘ઓફિસ મોડમાંથી ફાધર મોડમાં સ્વિચ થવું’. ઘણીવાર આપણે ઘરે પહોંચીએ તો છીએ, પણ માત્ર શારીરિક રીતે અને માનસિક રીતે આપણે હજી પણ તે પેન્ડિંગ ફાઇલ કે ક્લાયન્ટના કોલમાં ગૂંચવાયેલા હોઈએ છીએ.
અહીં જ કામ આવે છે મોડર્ન ફાધર્સનો નવો ‘સ્વિચ-ઓફ’ મંત્ર
સાયકોલોજિસ્ટ કહે છે, "જ્યારે તમે ઘરે પાછા ફરો છો અને ફોનમાં જ ડૂબેલા રહો છો, ત્યારે તમે તમારા બાળકોને અજાણતા એવો સંદેશ આપો છો કે તમારી સ્ક્રીન પરની દુનિયા તેમના કરતા વધુ મહત્વની છે. ‘સ્વિચ-ઓફ’ કરવું એ વાસ્તવમાં પરિવાર સાથે ‘કનેક્ટ’ થવાની પહેલી સીડી છે."
સાયકોલોજિસ્ટના મતે, "કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવું એ માત્ર સમયનું મેનેજમેન્ટ નથી, પરંતુ ઉર્જાનું મેનેજમેન્ટ છે. તમે ઘરે કેટલા કલાક વિતાવો છો તેના કરતા વધુ મહત્વનું એ છે કે તમે ત્યાં માનસિક રીતે કેટલા ‘હાજર’ (Present) છો." અહીં જાણો કે કેવી રીતે માત્ર 5 મિનિટ અને થોડા અનુશાસનથી તમે તમારા ઘરના વાતાવરણને ખુશહાલ બનાવી શકો છો.
શું છે આ ‘સ્વિચ-ઓફ’ મંત્ર?
આ કોઈ ટેકનિકલ કામ નથી, પરંતુ એક માનસિક પરિવર્તન (Transition) છે. તેનો હેતુ ઓફિસની નકારાત્મકતા કે કામના દબાણને ઘરની ઉંબરે જ રોકવાનો છે.
કેવી રીતે અમલમાં મૂકશો?
‘પોઝ’ અને મેડિટેશન
ઓફિસથી નીકળ્યા પછી અથવા ઘરની બેલ વગાડતા પહેલા ફક્ત થોડી મિનિટોનો સમય તમારી જાતને આપો. તમારી કારમાં બેસીને અથવા ઘરના પગથિયાં ચઢતી વખતે થોડી વાર રોકાઈ જાઓ, આંખો બંધ કરો. ઊંડો શ્વાસ લો અને મન હી મન પોતાને કહો, “કામનો દિવસ પૂરો થયો, હવે મારો પરિવારનો સમય શરૂ થાય છે.” આ નાનકડું મેડિટેશન તમારા નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને તમારા ગુસ્સા કે ચિડિયાપણાને ઘટાડે છે.
‘સ્માર્ટફોન’ને આપો આરામ
90 ટકા પિતાઓ ઘરે પહોંચતા જ સૌથી પહેલા ફોન ચેક કરે છે. ‘સ્વિચ-ઓફ’ મંત્રનો બીજો નિયમ છે- ઘરમાં પ્રવેશતા જ ઓછામાં ઓછી પહેલી 30 મિનિટ સુધી ફોનને સ્પર્શ ન કરો. ફોનને સાયલન્ટ મોડ પર મૂકો અને તેને એક નિશ્ચિત જગ્યાએ (ચાર્જિંગ પોઈન્ટ) મૂકી દો. ઈમેલ્સ અને વોટ્સએપ નોટિફિકેશનને થોડી રાહ જોવા દો. જ્યારે તમે તમારા બાળકની આંખોમાં જોઈને તેની સાથે વાત કરો છો, ત્યારે તે બોન્ડિંગ કોઈપણ ‘લાઈક’ કે ‘રીટ્વીટ’ કરતા મોટું હોય છે.
‘કપડાં બદલો, મૂડ બદલો’
આ મનોવૈજ્ઞાનિક રીતે ખૂબ અસરકારક છે. ઘરે પહોંચતા જ સૌથી પહેલા ઓફિસના કપડાં બદલીને આરામદાયક કપડાં પહેરો. જેવું તમે ફોર્મલ શર્ટ-પેન્ટ ઉતારો છો, તમારું મગજ સિગ્નલ આપે છે કે તમે હવે ‘ડ્યુટી’ પર નથી. આ તમને માનસિક રીતે રિલેક્સ થવામાં મદદ કરે છે.
બાળકો સાથે ‘ક્વોલિટી ટાઈમ’ની નવી રીત
ઓફિસનો સ્ટ્રેસ ઓછો કરવાની શ્રેષ્ઠ રીત છે બાળકોની રમતમાં સામેલ થવું. ભલે તે તેમની સાથે બ્લોક બિલ્ડિંગ બનાવવાનું હોય કે માત્ર પાર્કમાં ટહેલવાનું હોય. જ્યારે તમે બાળકોની નિર્દોષ દુનિયામાં ખોવાઈ જાઓ છો, ત્યારે ઓફિસના મોટા-મોટા ‘ક્રાઈસિસ’ પણ નાના લાગવા માંડે છે.
‘ટુ-ડૂ લિસ્ટ’ કાલ માટે છોડો
જો આવતીકાલ માટે કોઈ જરૂરી કામ યાદ આવે, તો તેને ફોન પર નોટ કરવાને બદલે ડાયરીમાં લખી લો અને નક્કી કરો કે તેના પર ચર્ચા આવતીકાલે સવારે ઓફિસ જઈને જ થશે. ઘરે કામની વાત કરવાથી સ્ટ્રેસ લેવલ ફરી વધી જાય છે.
એક ‘સુપર ડેડ’ બનવાનો અર્થ એ નથી કે તમે થાકો નહીં, પરંતુ તેનો અર્થ એ છે કે તમે તમારા થાકની અસર તમારા સંબંધો પર પડવા ન દો. આ 5 મિનિટનું મેડિટેશન અને ડિજિટલ ડિટોક્સ ન માત્ર તમારી મેન્ટલ હેલ્થ માટે સારું છે, પરંતુ તમારા બાળકોને પણ એક શાંત અને ખુશમિજાજ પિતા આપે છે.






