મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

વિદેશ જવા માટે બજેટ નથી, તો ભારતમાં આવેલા આ 'મિની થાઈલેન્ડ'ની લો મુલાકાત

મોટાભાગના લોકો વિદેશ જવાનું સપનું જુએ છે. હાલમાં થાઈલેન્ડ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય સ્થળ બની ગયું છે. વાસ્તવમ

વિદેશ જવા માટે બજેટ નથી, તો ભારતમાં આવેલા આ 'મિની થાઈલેન્ડ'ની લો મુલાકાત

મોટાભાગના લોકો વિદેશ જવાનું સપનું જુએ છે. હાલમાં થાઈલેન્ડ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય સ્થળ બની ગયું છે. વાસ્તવમાં, અહીં પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત, એવી ઘણી જગ્યાઓ છે જ્યાંની મુલાકાત રોમાંચથી ભરી દે છે અને તેથી, થાઇલેન્ડ સેલિબ્રિટીઓ તેમજ સામાન્ય ભારતીય પ્રવાસીઓની માટે એક ફેવરિટ સ્થાન છે. હાલમાં, જો તમારી પાસે થાઈલેન્ડ જવા માટેનું બજેટ નથી, તો તમે ભારતમાં એક એવી જગ્યાની મુલાકાત લઈ શકો છો જે તેની સુંદરતાને કારણે 'મિની થાઈલેન્ડ' તરીકે ઓળખાય છે. આ સ્થળ હિમાચલ પ્રદેશમાં છે.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ હિમાચલ પ્રદેશની પ્રાકૃતિક સુંદરતા વિશે જાણતા હશે. ઊંચા પહાડો અને હરિયાળી વચ્ચે સમય પસાર કરવો એ કોઈપણ વ્યક્તિ માટે શ્રેષ્ઠ અનુભવ હશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ હિમાચલની તે જગ્યા વિશે જેને 'મિની થાઈલેન્ડ' કહેવામાં આવે છે.

હિમાચલ પ્રદેશનું આ સ્થળ 'મિની થાઈલેન્ડ' છે

જો તમે પણ ભારતમાં આવેલા 'મિની થાઈલેન્ડ' ફરવા માંગતા હોવ તો હિમાચલ પ્રદેશમાં સ્થિત જીભીની મુલાકાત લઈ શકો છો. જીભીને જ ભારતનું ‘મિની થાઈલેન્ડ’ કહેવામાં આવે છે. અહીં પણ બે મોટા ખડકોની વચ્ચે એક નદી વહે છે, જેને જોઈને થાઈલેન્ડના ટાપુ જેવો અનુભવ થશે. આ બે વિશાળ પથ્થર પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.

ધોધનો નજારો ખૂબ જ સુંદર લાગે છે

જીભીમાં, તમે પર્વતો અને હરિયાળી વચ્ચે સુંદર ધોધનો નજારો માણી શકો છો. આ સાથે તમે અહીંના શાંત વાતવરણ વચ્ચે પ્રકૃતિને નજીકથી અનુભવી શકો છો.

અહીં આધ્યાત્મિક શાંતિ મળશે

જીભીના વિશાળ ગાઢ દેવદાર વૃક્ષો, લીલાછમ પહાડો, નદીઓ, સરોવરો અને ધોધના કુદરતી સૌંદર્યનો નજારો હંમેશા યાદ રહે છે. આ સિવાય તમે અહીં આવીને આધ્યાત્મિક શાંતિ પણ અનુભવશો, કારણ કે આ જગ્યા તેના સુંદર મંદિરો માટે પણ જાણીતી છે.

તમે જીભી માટે સોલો ટ્રિપ પ્લાન કરો છે અથવા મિત્રો અને પરિવાર સાથે પણ અહીં જઈ શકો છો અને કુદરતની વચ્ચે, ધમાલથી દૂર, થોડા દિવસો માટે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. તમે શ્રૃંગી ઋષિ મંદિર, સેરોલસર તળાવ, જીભી વોટરફોલ, જલોરી પાસ જેવા સ્થળો એક્સપ્લોર કરી શકો છો.

આ સમાચાર શેર કરો