મુકેશ અંબાણીનો આવો છે દેશી ભોજનનો ડાયટ પ્લાન, તમે પણ આ ટિપ્સ ફોલો કરીને રહો નિરોગી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને કારણે આ સમયે આખો અંબાણી પરિવાર ચર્ચામાં છે. દરેક વ્યક્તિ અંબાણી પરિવારના

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને કારણે આ સમયે આખો અંબાણી પરિવાર ચર્ચામાં છે. દરેક વ્યક્તિ અંબાણી પરિવારના સભ્યો વિશે દરેક વાત જાણવાનો પ્રયાસ કરી રહી છે. અંબાણી પરિવાર દરરોજ શું ખાય છે અને તેમનો આહાર શું છે તે અંગે પણ ગૂગલ પર ઘણી સર્ચ કરવામાં આવી રહ્યું છે. એવામાં ભારતના સૌથી અમીર લોકોમાંથી એક મુકેશ અંબાણીની ડાયટ કેવી છે? જો તમે તેમની જીવનશૈલી અપનાવશો તો ચોક્કસ કોઈ રોગ તમને સ્પર્શશે નહીં.
નીતા અંબાણીએ આ માહિતી આપી હતી
નીતા અંબાણીએ પોતે મુકેશ અંબાણીના બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર વિશે માહિતી આપી હતી. એક અહેવાલ મુજબ, નીતા અંબાણી તાજેતરમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને ધ્યાનમાં રાખીને કાશી વિશ્વનાથના આશીર્વાદ લેવા વારાણસી ગયા હતા. ત્યાં તેમને મુકેશ અંબાણીના ડાયટ પ્લાન અને લાઈફ સ્ટાઈલ વિશે સવાલો પૂછવામાં આવ્યા હતા. નીતા અંબાણીએ કહ્યું હતું કે મુકેશ અંબાણીની ડાયટ ખૂબ જ સરળ છે અને તેઓ પોતાની લાઈફસ્ટાઈલને ખૂબ જ કડક રીતે ફોલો કરે છે.
તમારે પણ આવો ડાયટ પ્લાન રાખવો જોઈએ
નીતા અંબાણીના કહેવા પ્રમાણે, અંબાણી પરિવારના દરેક સભ્ય ઘરનું બનતું ભોજન ખાય છે. મુકેશ અંબાણી પોતે માત્ર શાકાહારી ખોરાક જ ખાય છે. જો કે, તે અઠવાડિયામાં એક વાર બહાર ખાય છે. તમારી જીવનશૈલી સુધારવા માટે તમારે દરરોજ ઘરે બનાવેલો ખોરાક પણ ખાવો જોઈએ. જો કે, સ્વાદ બદલવા માટે તમે અઠવાડિયામાં એકવાર ચીટ ડે રાખી શકો છો. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની ફેવરિટ ડિશ ગુજરાતની પાનકી છે, જે ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે.
આ જીવનશૈલી પણ લાભ આપશે
તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી દરરોજ સવારે 5.30 વાગ્યે ઉઠે છે અને તે સમયે તેઓ યોગ અને ધ્યાન કરે છે. જો તમે પણ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમે સવારે સૂર્ય નમસ્કાર અને શોર્ટ વૅાક કરી શકો છો. આ પછી તમે ધ્યાન દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારી શકો છો.
બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં આ વસ્તુઓ ખાઓ
મુકેશ અંબાણીના નાસ્તામાં તાજા ફળો, જ્યુસ અને ઈડલી-સાંભાર હોય છે. જો તમે પણ આવો નાસ્તો કરશો તો પેટ પર હળકો રહેશે. મુકેશ અંબાણી લંચ અને ડિનર માટે માત્ર પરંપરાગત ભારતીય ભોજન જ ખાવાનું પસંદ કરે છે. તમે પણ આ પ્રકારના આહારથી તમારી જીવનશૈલીને સ્વસ્થ રાખી શકો છો. આનાથી તમે આખો દિવસ ઉર્જાવાન રહેશો.








