મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

સ્કિન કેર માટે પ્રોડક્ટ્સ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો, નહીં તો ત્વચાને થઈ શકે છે નુકસાન

દરેક વ્યક્તિને સ્વસ્થ અને ચમકદાર ત્વચા જોઈએ છે. જેના માટે તેઓ વિવિધ ઘરેલું ઉપાય અને સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉ

સ્કિન કેર માટે પ્રોડક્ટ્સ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો, નહીં તો ત્વચાને થઈ શકે છે નુકસાન

દરેક વ્યક્તિને સ્વસ્થ અને ચમકદાર ત્વચા જોઈએ છે. જેના માટે તેઓ વિવિધ ઘરેલું ઉપાય અને સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. અમુક લોકો પોતાના ચહેરાની ચમક જાળવી રાખવા માટે ઘણો ખર્ચ કરે છે. માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. જે ખૂબ જ સારી છે પરંતુ દરેકને એક સરખી પ્રોડક્ટ અનુકુળ નથી આવતી.

સ્કિન અને બ્યુટી કેર પ્રોડક્ટ્સની પસંદગી કરતી વખતે તમારે હંમેશા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી તે તમારી ત્વચાને કોઈ નુકસાન ન થાય. આ પ્રોડક્ટ્સ ખરીદતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આવો જાણીએ તેમના વિશે.

સ્કિન ટાઈપ

યોગ્ય પરિણામો મેળવવા માટે, તમારે સ્કિન ટાઈપ મુજબ જ સ્કિન કેર પ્રોડક્ટ્સ પસંદ કરવા જોઈએ. આજકાલ, મોટાભાગની પ્રોડક્ટ્સ પર તે લખવામાં આવે છે કે તે કયા પ્રકારની ત્વચા માટે શ્રેષ્ઠ રહેશે તેની સાથે, તમને ઇન્ટરનેટ પર ઘણા આર્ટીકલ  અને વીડિયો મળશે જે તમને સ્કિન ટાઈપ અનુસાર યોગ્ય સ્કિન કેર પ્રોડક્ટ્સ પસંદ કરવામાં મદદ કરી શકે છે.  પરંતુ તે વધુ સારું છે કે તમે નિષ્ણાત સાથે વાત કર્યા પછી કોઈપણ પ્રોડક્ટ ખરીદો. તેઓ તમારી ત્વચાના પ્રકારને સમજશે અને તમને યોગ્ય પ્રોડક્ટનો ઉપયોગ કરવાની સલાહ આપશે.

ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટ્સ

આજકાલ બજારમાં ઘણા પ્રકારની બ્યુટી અને સ્કિન કેર પ્રોડક્ટ્સઉપલબ્ધ છે. તેની સાથે સંબંધિત મોટાભાગની માહિતી તેના કવર પર આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે તેને ખરીદો છો, ત્યારે તમારે તેમાં રહેલા કેમિકલ્સ વિશે જાગૃત રહેવું જોઈએ. કેટલાક કેમિકલ્સ એવા હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. આજકાલ ઘણી ઓર્ગેનિક, નેચરલ અને કેમિકલ ફ્રી પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. તમે તે પસંદ કરી શકો છો.

સનસ્ક્રીનની પસંદગી

તમારે એવા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ જે ત્વચાને UVA અને UVB બંને કિરણોથી સુરક્ષિત રાખે. તે વધુ ફાયદાકારક છે. જો તમને ત્વચા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો નિષ્ણાતો તમને તમારી જરૂરિયાત મુજબ સનસ્ક્રીનનો ઉપયોગ કરવાની સલાહ આપશે. આજકાલ બજારમાં એસપીએફ 30 અને એસપીએફ 50 સાથેની ઘણી સનસ્ક્રીન ઉપલબ્ધ છે. તેને તમે તમારી જરૂરિયાત મુજબ ખરીદી શકો છો.

એક્સપાયરી ડેટ

સૌથી અગત્યની વાત એ છે કે કોઈપણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તેની એક્સપાયરી ડેટ ચેક કરો. કારણ કે વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ અમુક પ્રોડક્ટ્સનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકે છે. પરંતુ તે પ્રોડક્ટની એક્સપાયરી ડેટ નીકળી ગયા પછી તે બગડી શકે  છે. ઉપરાંત, એક્સપાયર થઈ ગયેલી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો