મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

વ્યસ્ત શેડ્યૂલના કારણે ચહેરાની સંભાળ નથી રાખી શકતા, તો આ 5 ઇન્સ્ટન્ટ ગ્લો ફેસ માસ્કનો કરો ઉપયોગ

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે દરેક વ્યક્તિ આ દિવસે વધુ સુંદર દેખાવા માંગે છે

વ્યસ્ત શેડ્યૂલના કારણે ચહેરાની સંભાળ નથી રાખી શકતા, તો આ 5 ઇન્સ્ટન્ટ ગ્લો ફેસ માસ્કનો કરો ઉપયોગ

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે દરેક વ્યક્તિ આ દિવસે વધુ સુંદર દેખાવા માંગે છે. આપણે દિવાળીની તૈયારી ઘણા સમય અગાઉથી શરૂ કરી દઈએ છીએ. આ દિવસે શું પહેરવું, કેવું ડેકોરેશન કરવું, રંગોળી કેવી રીતે બનાવવી વગેરે. આ બધી બાબતોમાં આપણે ઘણીવાર આપણા ચહેરા પર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ. વ્યસ્ત શેડ્યૂલને કારણે, ઘણી વખત આપણે આપણી જાત પર ધ્યાન આપી શકતા નથી. આવી સ્થિતિમાં જો તમે મોંઘા ફેશિયલને બદલે ઘરે રહીને જ તમારા ચહેરા પર ગ્લો લાવવા માંગો છો, તો તમે આ ઇન્સ્ટન્ટ ગ્લો માસ્કની મદદ લઈ શકો છો.

કેળા અને ઓટ્સ 

કેળા અને ઓટ્સનો માસ્ક તમારા ચહેરા પર ચમક લાવશે. તેને બનાવવા માટે તમારે 1 પાકેલું કેળું અને 2 ચમચી ઓટ્સની જરૂર પડશે. આ બંનેને એક બાઉલમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને 20-30 મિનિટ માટે ચહેરા પર લગાવો. આ પછી સામાન્ય પાણીથી ધોઈ લો.

દહીં અને લીંબુ 

દહીં અને લીંબુમાંથી બનેલો આ ફેસ માસ્ક તમારા ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવશે. તેને બનાવવા માટે 2 ચમચી દહીં અને 1 ચમચી લીંબુના રસને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો અને ઓછામાં ઓછા 10-15 મિનિટ સુધી રાખ્યા બાદ ધોઈ લો.

ટમેટા અને મધ

ટમેટા અને મધનો આ ફેસ માસ્ક તમારા ચહેરા પર ચમક લાવશે અને મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરશે. તેને બનાવવા માટે તમારે 1 ટમેટું અને 1 ચમચી મધની જરૂર પડશે. આ બંને વસ્તુઓને મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી રાખો અને તેને સામાન્ય પાણીથી ધોઈ લો.

એલોવેરા જેલ અને લીંબુનો રસ

એલોવેરા જેલ અને લીંબુના રસનો માસ્ક ચહેરા રંગત સુધારે છે અને ડાઘ પણ દૂર કરે છે. તેને બનાવવા માટે 2 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી લીંબુના રસને મિક્સ કરીને ચહેરા પર લગાવો. ઓછામાં ઓછા 15 મિનિટ રહેવા દો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો.

ચણાનો લોટ, લીંબુનો રસ અને હળદર

ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે ચણાનો લોટ, લીંબુના રસ અને હળદરનો ફેસ માસ્ક શ્રેષ્ઠ છે. તેને બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી લીંબુનો રસ, 1/4 ચમચી હળદર અને થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. તેને 10-15 મિનિટ માટે ચહેરા પર લગાવો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો.

આ સમાચાર શેર કરો