શરીરમાં વિટામિન B12ની ઉણપને દૂર કરશે આ ડ્રાય ફ્રૂટ્સ, આજે જ તેને ડાયટમાં સામેલ કરો
વિટામિન B12 એ એક આવશ્યક પોષક તત્વ છે જે શરીરમાં ઘણી ભૂમિકા ભજવે છે. તે રેડ બ્લડ સેલ અ

વિટામિન B12 એ એક આવશ્યક પોષક તત્વ છે જે શરીરમાં ઘણી ભૂમિકા ભજવે છે. તે રેડ બ્લડ સેલ અને ડીએનએના નિર્માણમાં મદદરૂપ છે, આંતરડાના મ્યુકોસા અને ત્વચાના કોષોને સ્વસ્થ રાખે છે, ફોલેટના ચયાપચયમાં મદદ કરે છે, અને ચરબી, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સના નિર્માણમાં પણ મદદરૂપ છે. તે સેરોટોનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જેના કારણે તે એનર્જી વધારે છે અને મૂડ પણ સુધારે છે.
આ સિવાય વિટામિન B12 હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે. એકંદરે, શરીરમાં વિટામિન B12ની ઉણપને કારણે થાક, મોંમાં ચાંદા પડવા, મૂડ સ્વિંગ, ગભરાટ, કળતર, ત્વચા પીળી પડવી, વાળ પાતળા થવા વગેરે જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ લક્ષણોથી બચવા માટે ડાયટમાં વિટામિન B12નો પૂરતા પ્રમાણમાં સમાવેશ કરવો જરૂરી છે. તમામ ખાદ્યપદાર્થો પૈકી ડ્રાય ફ્રુટ્સ એક એવો વિકલ્પ છે જે મોટાભાગના લોકોને પસંદ છે. તેથી, વિટામીન B12થી ભરપૂર ડ્રાય ફ્રુટ્સનું સેવન એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ચાલો જાણીએ કે કયા ડ્રાય ફ્રુટ્સમાં વિટામીન B12 ભરપૂર માત્રામાં હોય છે.
ખજુર
ખજુર એક એવું ડ્રાય ફ્રુટ છે જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણ કે તેમાં વિટામિન B12, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી, તેને તમારા ડાયટમાં સામેલ કરવું આવશ્યક છે.
બદામ
વિટામિન Eથી ભરપૂર, બદામ પણ વિટામિન B12નો સારો સ્ત્રોત છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો કરે છે.
પિસ્તા
વિટામિન B6 સાથે વિટામિન B12થી ભરપૂર પિસ્તામાં હેલ્ધી ફેટ, ફાઈબર, પ્રોટીન, ઓમેગા થ્રી અને એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે. તે આંખના સારા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. તે સેરોટોનિન અને મેલાટોનિન જેવા હોર્મોન્સના ઉત્પાદનમાં પણ મદદરૂપ છે, જેના પરિણામે સારી ઊંઘ આવે છે.
અખરોટ
અખરોટમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે, જે મગજના સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. તેમાં ઓમેગા થ્રી પણ જોવા મળે છે. મગજના સ્વાસ્થ્યની સાથે, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, કેન્સરનું જોખમ ઘટાડે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
કાજુ
વિટામિન B12 ધરાવતા કાજુ ખાવાથી એસિડિટીની સમસ્યા નથી થતી. દૂધ સાથે તેનું સેવન કરવાથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. આ હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.








