મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

World Health Day / સારી મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, આ 5 ટિપ્સ ઘટાડશે તણાવ

આજના ઝડપી યુગમાં, તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. કામનું દબાણ, પરિવારની જવાબદારીઓ, આર્થિક ચિંતાઓ

World Health Day / સારી મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, આ 5 ટિપ્સ ઘટાડશે તણાવ

આજના ઝડપી યુગમાં, તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. કામનું દબાણ, પરિવારની જવાબદારીઓ, આર્થિક ચિંતાઓ અને સોશિયલ મીડિયાનો પ્રભાવ વગેરેની આપણા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

પરંતુ જો તણાવને યોગ્ય રીતે સંભાળવામાં આવે તો આપણે આપણું માનસિક સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ. વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે, ચાલો આપણે 5 સ્ટ્રેસ મેનેજમેન્ટ ટિપ્સ જાણીએ, જે તમને શાંત અને સકારાત્મક રહેવામાં મદદ કરશે.

તણાવ ઘટાડવા માટે 5 ટિપ્સ

નિયમિત કસરત અને યોગ કરો

શારીરિક પ્રવૃત્તિઓ તણાવ ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. કસરત કરવાથી એન્ડોર્ફિન ઉત્પન્ન થાય છે, જે તમારા મૂડમાં સુધારો કરે છે. દરરોજ 30 મિનિટ ચાલવા, જોગિંગ, સાયકલ ચલાવવા અથવા યોગ કરવાથી તણાવ ઓછો થાય છે. શવાસન, બાલાસન અને પ્રાણાયામ (ભસ્ત્રિકા, અનુલોમ-વિલોમ) જેવી યોગ મુદ્રાઓ મનને શાંત કરવામાં મદદ કરે છે.

ઊંઘ પૂરી કરો

ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે ઊંડો સંબંધ છે. ઓછી ઊંઘ લેવાથી ચીડિયાપણું, ચિંતા અને હતાશા વધી શકે છે. સારી ઊંઘ માટે,

  • રાત્રે સૂતા પહેલા મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ ઓછો કરો.
  • સૂવાનો સમય નક્કી કરો.
  • કેફીન અને વધુ પડતો તળેલો તેમજ મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો.
  • સૂતા પહેલા હળવું સંગીત સાંભળો અથવા ધ્યાન કરો.

માઈન્ડફુલનેસ અને ધ્યાન

માઈન્ડફુલનેસ એટલે વર્તમાનમાં જીવવું. ઘણીવાર આપણે ભૂતકાળની ભૂલોમાં ફસાયેલા રહીએ છીએ અથવા ભવિષ્યની ચિંતા કરીએ છીએ, જેનાથી તણાવ વધે છે. ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની કસરતો મનને શાંત કરે છે. દરરોજ 10-15 મિનિટ ધ્યાન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થાય છે અને તણાવનું સ્તર ઘટે છે.

સ્વસ્થ આહાર અને હાઈડ્રેશન

આપણી ખાવાની આદતો આપણા માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. જંક ફૂડ, વધુ પડતી ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ તણાવ વધારે છે. તેને બદલે,

  • ફળો, શાકભાજી, નટ્સ અને ઓમેગા-3થી ભરપૂર ખોરાક લો.
  • ડરીન ટી અથવા હર્બલ ટી પીવો, જે ચિંતા ઘટાડે છે.
  • દિવસભર પુષ્કળ પાણી પીવો, કારણ કે ડિહાઈડ્રેશન થાક અને ચીડિયાપણું પેદા કરી શકે છે.

સામાજિક સપોર્ટ અને શોખ

એકલતા તણાવ વધારે છે. મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવાથી ઈમોશનલ સપોર્ટ મળે છે. આ ઉપરાંત, તમારા મનપસંદ શોખ જેમ કે પેઈન્ટીંગ, ગાર્ડનીંગ, ડાન્સ અથવા મ્યુઝિક સાંભળવામાં સમય વિતાવો. આ પ્રવૃત્તિઓ મનને સકારાત્મક ઉર્જા આપે છે.

આ સમાચાર શેર કરો