મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ભારતના આ 5 ડેસ્ટિનેશન્સ તમારા વેલેન્ટાઇન્સ ડેને બનાવશે યાદગાર

જો પ્રેમના આ મહિનામાં તમે તમારા સાથી માટે કંઈક ખાસ કરવા માંગતા હોવ, તો એક નાનકડી સફર

ભારતના આ 5 ડેસ્ટિનેશન્સ તમારા વેલેન્ટાઇન્સ ડેને બનાવશે યાદગાર

જો પ્રેમના આ મહિનામાં તમે તમારા સાથી માટે કંઈક ખાસ કરવા માંગતા હોવ, તો એક નાનકડી સફર તમારા સંબંધોમાં નવો પ્રાણ ફૂંકી શકે છે. વેલેન્ટાઇન ડે 2026 નિમિત્તે જાણો એવી 5 જગ્યાઓ વિશે, જે તમારી ડેટને યાદગાર બનાવી દેશે.

વેલેન્ટાઇન ડે માટે ભારતના 5 સર્વશ્રેષ્ઠ ડેસ્ટિનેશન્સ

વેલેન્ટાઇન ડે 2026 ના અવસરે ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાંની હવામાં જ રોમાંસ છે. તમને ઊંચા પહાડો ગમતા હોય કે સમુદ્રના મોજાં, ભારતમાં દરેક કપલ માટે કંઈક ખાસ છે. વેલેન્ટાઇન ડે માત્ર ભેટોની લેવડ-દેવડ નથી, પરંતુ એ અમૂલ્ય ક્ષણોને જીવવાની તક છે જે ભીડભાડથી દૂર, માત્ર તમારા બંનેના હૃદયમાં કેદ થઈ જાય છે.

ઉદયપુર (રાજસ્થાન)

ઉદયપુરની ભવ્યતા અને અહીંની 'રોયલ ટ્રીટમેન્ટ' કપલ્સને ખૂબ ગમે છે. પિછોલા લેકમાં સનસેટ બોટ રાઈડનો અનુભવ વર્ષો સુધી યાદ રહે છે. સૂર્યાસ્ત સમયે જ્યારે મહેલોનો પ્રકાશ પાણી પર પડે છે, ત્યારે નજારો જોવા જેવો હોય છે. આ ઉપરાંત, અમરાઈ ઘાટ પર ડિનર તમારી દરેક ક્ષણને સુંદર બનાવશે. તળાવના કિનારે આવેલા રેસ્ટોરન્ટમાં કેન્ડલ લાઈટ ડિનર, જ્યાંથી સિટી પેલેસનો આખો વ્યૂ દેખાય છે, તે અદભૂત હોય છે.

ગુલમર્ગ (કાશ્મીર)

ગુલમર્ગની સફેદ બરફની ચાદર અને ઠંડો પવન કપલ્સને એકબીજાની નજીક આવવાનું બહાનું આપે છે. અહીંની ગોંડોલા રાઈડ વિશ્વની સૌથી ઊંચી કેબલ કારમાંની એક છે. વાદળોની ઉપરથી હિમાલય જોવો એ એક અદભૂત અનુભવ છે.

મુન્નાર (કેરળ)

ચાના બગીચાઓની સુગંધ અને ધુમ્મસથી ભરેલા પહાડો અહીંની ઓળખ છે. વહેલી સવારે ધુમ્મસ વચ્ચે માઈલો સુધી ફેલાયેલા ચાના બગીચાઓમાં લટાર મારવી ખૂબ જ શાંતિ આપે છે.

હેવલોક ટાપુ (અંદામાન)

જો તમે પ્રાઈવસી અને સમુદ્ર પસંદ કરો છો, તો આ જગ્યા તમારા માટે છે. અહીંના રાધાનગર બીચને એશિયાના સૌથી સુંદર બીચમાં ગણવામાં આવે છે. અહીંનો સૂર્યાસ્ત કોઈ પેઇન્ટિંગ જેવો લાગે છે. અહીં સ્કૂબા ડાઈવિંગ કરતી વખતે પાણીની નીચેની રંગીન દુનિયાને સાથે જોવી એ લાઈફટાઈમ એક્સપિરિયન્સ હોય છે.

ઋષિકેશ (ઉત્તરાખંડ)

જે કપલ્સ આધ્યાત્મિકતા અને સાહસનું મિશ્રણ ઈચ્છે છે, તેમના માટે આ જગ્યા બેસ્ટ છે. અહીંના બીટલ્સ આશ્રમમાં તમને શાંતિ અને સુકૂનની સાથે સાથે જૂની કલાકૃતિઓ જોવાની તક મળશે. આ ઉપરાંત, ગંગા કિનારે કેમ્પિંગ સાથે રાત્રે તારાઓની છાયામાં બોનફાયર કરતા વાતો કરવી અને મ્યુઝિક સાંભળવું એ સારો અનુભવ હોઈ શકે છે.

આ સમાચાર શેર કરો