મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Health Tips / તમને ધીમે ધીમે બીમાર બનાવશે આ 5 રોજિંદી આદતો, આજે જ કરો તેમાં સુધારો

રોગોથી બચવા માટે, તમારું રૂટિન યોગ્ય હોવું જરૂરી છે, પરંતુ આધુનિક જીવનશૈલીમાં, લોકો ખાવા-પીવાથી લઈને અન્ય

Health Tips / તમને ધીમે ધીમે બીમાર બનાવશે આ 5 રોજિંદી આદતો, આજે જ કરો તેમાં સુધારો

રોગોથી બચવા માટે, તમારું રૂટિન યોગ્ય હોવું જરૂરી છે, પરંતુ આધુનિક જીવનશૈલીમાં, લોકો ખાવા-પીવાથી લઈને અન્ય વસ્તુઓ સુધી ઘણી ખરાબ આદતો અપનાવી રહ્યા છે અને તેના કારણે, જીવનશૈલી સંબંધિત રોગોના કિસ્સાઓ ઘણા વધી ગયા છે, જે પાછળથી ગંભીર રોગોમાં ફેરવાઈ જાય છે. આજના સમયમાં, જે રોગો પહેલા વધતી ઉંમરની નિશાની માનવામાં આવતા હતા તે નાની ઉંમરે આપણને ઘેરી લે છે. આજના સમયમાં સ્થૂળતા એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ જો તેના પર ધ્યાન ન આપવામાં આવે તો શરીર રોગોનું ઘર બનવા લાગે છે. ઘણી ખરાબ આદતો પણ આ માટે જવાબદાર છે. આપણે આ આદતોને ખૂબ જ સામાન્ય રીતે લઈએ છીએ અને તેના કારણે, આપણે ક્યારે બીમાર થવાનું શરૂ કરીએ છીએ તે આપણને ખબર નથી.

જો રોજિંદા જીવનમાં નાની સારી આદતો અપનાવવામાં આવે, તો સ્વસ્થ અને ફિટ જીવન જીવી શકાય છે. તેવી જ રીતે, કેટલીક નાની ખરાબ આદતો તમને રોગો તરફ ધકેલી શકે છે. તેની લાંબા ગાળાની અસર શરીર પર પણ જોવા મળે છે. તો ચાલો આ લેખમાં આવી પાંચ આદતો વિશે જાણીએ.

મોડી રાત સુધી જાગતા રહેવું

આધુનિક જીવનશૈલીની રચના એવી છે કે કેટલાક લોકોને મોડી રાત સુધી જાગતા રહેવું પડે છે, કેટલાક લોકો મોડી રારાત સુધી જાગીને ફોનનો ઉપયોગ કરે છે. જો તમે દરરોજ મોડી રાત સુધી જાગતા રહો છો, તો તે તમારા શરીરની વર્ક સાયકલને ખલેલ પહોંચાડે છે અને તેના કારણે શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

સવારે ઉઠતાની સાથે જ ફોનનો ઉપયોગ કરવો

મોટાભાગના લોકોને ઓશિકા પાસે ફોન રાખીને સૂવાની આદત હોય છે. આવી સ્થિતિમાં, જો તેઓ રાત્રે જાગે છે, તો તેઓ ચોક્કસપણે નોટિફિકેશન ચેક કરે છે. આ ઉપરાંત, સવારે ઉઠતાની સાથે જ તેઓ સૌથી પહેલા તેમનો મોબાઈલ હાથમાં લે છે. જો તમને પણ આ આદત છે, તો તેને બદલો, નહીં તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, કારણ કે તે તણાવ વધારે છે.

લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવું

જો તમારે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસીને કામ કરવું પડે છે, તો તમારે ઓછામાં ઓછા 40 મિનિટના અંતરે બેથી ચાર મિનિટ ચાલવું જોઈએ. જો તમે સતત બેસીને કામ કરતા રહો છો, તો તેનાથી શરીરનું પોસ્ચર બગડી શકે છે અને મસલ્સમાં સ્ટિફનેસ આવી શકે છે. આ ઉપરાંત, તે સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. ઘણી વખત લોકો ફોનનો ઉપયોગ કરતી વખતે કલાકો સુધી એક જ પોઝિશન બેસી રહે છે, જે ખૂબ જ હાનિકારક છે.

વધુ પડતું જંક ફૂડ ખાવું

આજના સમયમાં ખાવાની આદત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જો તમને પણ દરરોજ કોઈને કોઈ જંક ફૂડ ખાવાની આદત હોય, તો તમારી આ આદત તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે, સાથે જ તે સ્થૂળતાનું કારણ પણ બની શકે છે અને તમે ગંભીર રોગોનો ભોગ બની શકો છો.

ખૂબ ઓછું પાણી પીવું

સ્વસ્થ રહેવા માટે, તમારી જરૂરિયાત મુજબ દરરોજ પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમને ઓછું પાણી પીવાની આદત હોય, તો તમારી ત્વચા ડ્રાય થવા લાગશે અને અકાળે કરચલીઓ દેખાવા લાગશે. આ ઉપરાંત, થાક, કબજિયાત, કિડની પર દબાણ વધવા જેવી સમસ્યાઓ થવા લાગે છે.

આ સારી ટેવો અપનાવો

  • જો કોઈ કામ ન હોય, તો દરરોજ રાત્રે 9થી 10 વાગ્યાની વચ્ચે સૂઈ જાઓ અને 7થી 8 કલાકની પૂરતી ઊંઘ લો.
  • દિવસમાં ઓછામાં ઓછું 2.5 કે 3 લિટર પાણી પીવો.
  • સ્ક્રીન ટાઈમ ઓછો કરો, જેમ કે જરૂર મુજબ મોબાઈલનો ઉપયોગ કરવો, ટીવી ઓછું જોવું.
  • સ્વસ્થ ખોરાકને તમારા ડાયટનો ભાગ બનાવો અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ટાળો.
  • સવારે કે સાંજે શારીરિક પ્રવૃત્તિઓ માટે ચોક્કસ સમય કાઢો.

આ સમાચાર શેર કરો