મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe: મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા દહીં ભલ્લા! જાણો હલવાઈ જેવી સિક્રેટ રેસીપી

ચટપટું ખાવાનું મન થાય અને દહીં ભલ્લાની વાત આવે તો મોઢામાં પાણી આવી જતું હોય છે. આજે લારી પર મળતા દહીં ભલ્લ

Recipe: મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા દહીં ભલ્લા! જાણો હલવાઈ જેવી સિક્રેટ રેસીપી

ચટપટું ખાવાનું મન થાય અને દહીં ભલ્લાની વાત આવે તો મોઢામાં પાણી આવી જતું હોય છે. આજે લારી પર મળતા દહીં ભલ્લા જેવા દહીં ભલ્લા ઘરે કેવી રીતે તે વિશે જણાવશું.

દહીં ભલ્લા બનાવવાની સામગ્રી

  • સામો,
  • તેલ,
  • બાફેલા બટાકા,
  • જીરું,
  • આદુ-લીલા મરચાની પેસ્ટ,
  • સેંધા નમક,
  • છાશ,
  • મીસરી,
  • દહીં,
  • લાલ મરચું પાવડર,
  • શેકેલા જીરાનો પાવડર,
  • કોથમીર.

દહીં ભલ્લા બનાવવાની રીત

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં સામો,બટાકાનું છીણી, જીરું, આદુ-લીલા મરચાંની પેસ્ટ, સેંધા નમક ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે આ મિશ્રણના નાના નાના બોલ બનાવો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સ્ટેપ- 3

હવે તેને બહાર કાઢી પછી તેને 5 મિનિટ માટે છાશમાં નાખીને રાખો. હવે સર્વિંગ પ્લેટમાં મુકીને ઉપરથી મીસરી દહીં નાખો અને પછી તેની ઉપર લાલ મરચું પાવડર,શેકેલ જીરું પાવડર અને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

આ સમાચાર શેર કરો