મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

VIDEO : સ્વાદના શોખીનો માટે ચેતવણી: બજારની ચમકતી કેરી હોઈ શકે છે સ્વાસ્થ્ય માટે ખતરનાક, આ રીતે તપાસો શુદ્ધતા

ઉનાળાની સિઝનનું સૌથી મોટું આકર્ષણ 'કેરી' છે. તેના સ્વાદના દિવાના દેશ-વિદેશમાં બધે જ જોવા મળે છે,

ઉનાળાની સિઝનનું સૌથી મોટું આકર્ષણ 'કેરી' છે. તેના સ્વાદના દિવાના દેશ-વિદેશમાં બધે જ જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે બજારમાં ભારે માંગને પહોંચી વળવા માટે કેટલાક લાલચુ વેપારીઓ કેરીને રાતોરાત પકવવા માટે ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરી રહ્યા છે?

કેરી પકવવા અંગે FSSAIના નિયમો શું છે?

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સખત નિયમો બનાવ્યા છે:

એથિલિનનો સુરક્ષિત ઉપયોગ: ફળો પકવવા માટે એથિલિન ગેસનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેની માત્રા 100 ppm થી વધુ ન હોવી જોઈએ.

પ્રતિબંધિત ગેસ: ફળો પકવવા માટે કાર્બાઇડ ગેસ (Carbide) કે એસિટિલિન ગેસનો ઉપયોગ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, કારણ કે તે માનવ શરીર માટે અત્યંત હાનિકારક છે.

ઘરે કેવી રીતે ઓળખશો કેમિકલવાળી કેરી?

બજારમાંથી કેરી લાવ્યા પછી આ સરળ અને સ્માર્ટ રીતોથી તેની શુદ્ધતા તપાસો:

1. પાણીનો ટેસ્ટ (સૌથી સરળ રીત)

કેરીઓને પાણીથી ભરેલી ડોલમાં નાખો. જો કેરીઓ ડૂબી જાય, તો તે કુદરતી રીતે પાકેલી છે. પરંતુ જો તે પાણીની સપાટી પર તરવા લાગે, તો સમજી લેવું કે તેને કેમિકલથી પકવવામાં આવી છે.

2. રંગ અને દેખાવ પર ધ્યાન આપો

કુદરતી રીતે પાકેલી કેરીનો રંગ થોડો મિશ્ર (ક્યાંક લીલો, ક્યાંક પીળો) હોય છે. જ્યારે કેમિકલવાળી કેરી બધી બાજુથી એકસરખી પીળી કે નારંગી દેખાય છે અને તેમાં એક વિચિત્ર કૃત્રિમ ચમક હોય છે.

3. સ્પર્શ અને સુગંધ

અસલી કેરીની સુગંધ મીઠી અને મનમોહક હોય છે. જ્યારે નકલી કેરીમાંથી કેમિકલ જેવી વિચિત્ર ગંધ આવે છે. વધુમાં, કેમિકલથી પકવેલી કેરી અડવામાં ખૂબ જ પોચી લાગે છે કારણ કે કેમિકલ તેના અંદરના કોષોને ગાળી નાખે છે.

4. સ્વાદ દ્વારા ઓળખ

જો કેરી ખાવામાં બેસ્વાદ લાગે, અથવા તેને ખાધા પછી મોઢામાં વિચિત્ર સ્વાદ કે બળતરા જેવું અનુભવાય, તો તેમાં કેમિકલની ભેળસેળ હોવાની પૂરેપૂરી શક્યતા છે.

5. બેકિંગ સોડાનો ઉપયોગ

પાણીમાં થોડો બેકિંગ સોડા ભેળવી કેરીને 15 થી 20 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેને ધોઈ લો. જો ધોયા પછી કેરીની છાલનો રંગ બદલાઈ જાય, તો તે સંકેત છે કે તેના પર કેમિકલ ટ્રીટમેન્ટ અથવા પોલિશ કરવામાં આવી છે.

ખાસ નોંધ: હંમેશા સિઝનલ અને ભરોસાપાત્ર વિક્રેતા પાસેથી જ કેરી ખરીદવાનો આગ્રહ રાખો અને ખાતા પહેલા તેને વ્યવસ્થિત પાણીમાં પલાળીને સાફ કરો. શુદ્ધ ખાઓ, સ્વસ્થ રહો!

આ સમાચાર શેર કરો