Health: બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરશે આ વૃક્ષની છાલ, હૃદય સંબંધિત જોખમને ઘટાડવામાં પણ છે અસરકારક
અર્જુનની છાલમાં ઔષધીય ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ચાલો અર્જુનની છાલથી થતા કેટલાક સ્

અર્જુનની છાલમાં ઔષધીય ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ચાલો અર્જુનની છાલથી થતા કેટલાક સ્વાસ્થ્ય લાભો વિશે માહિતી મેળવીએ.
અર્જુનની છાલના પોષક તત્વો
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, અર્જુનની છાલમાં ફ્લેવોનોઈડ્સ, ટેનિન અને ટ્રાઈટરપેનોઈડ્સ હોય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અર્જુનની છાલમાં કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ સહિત એન્ટીઓક્સિડન્ટ ગુણો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે યોગ્ય માત્રામાં અને સાચી રીતે આ પોષક તત્વોથી ભરપૂર અર્જુનની છાલને તમારા ડાયટમાં સામેલ કરો છો, તો તમારા સ્વાસ્થ્યને સર્વાંગી લાભ મળી શકે છે.
અર્જુનની છાલના ફાયદા
હૃદય સંબંધિત રોગો:
હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીઓના જોખમને ઘટાડવા માટે અર્જુનની છાલનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવા માટે અર્જુનની છાલનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદ મુજબ, ઔષધીય ગુણોથી ભરપૂર અર્જુનની છાલ હાર્ટ બ્લોકેજ અને હૃદયની અન્ય ગંભીર તેમજ જીવલેણ બીમારીઓના જોખમને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
પેટ માટે ફાયદાકારક:
અર્જુનની છાલ પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ગેસ અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ, તો અર્જુનની છાલને તમારા આહારમાં સામેલ કરી શકો છો. અર્જુનની છાલ લોહીને શુદ્ધ કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. બસ એટલું ધ્યાન રાખવું કે આ ઔષધિનું સેવન યોગ્ય માત્રામાં અને સાચી રીતે જ કરવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉપયોગી:
આયુર્વેદ અનુસાર, ડાયાબિટીસના દર્દીઓના સ્વાસ્થ્ય માટે અર્જુનની છાલ વરદાન સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, જો મહિલાઓને માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન વધુ બ્લીડિંગ થતું હોય, તો પણ ડોક્ટરની સલાહ લઈને અર્જુનની છાલનું સેવન કરી શકાય છે. અર્જુનની છાલને દૂધ અથવા પાણી સાથે અથવા તેનો ઉકાળો બનાવીને ડાયટમાં સામેલ કરી શકાય છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપવામાં આવેલી ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.






