મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

163 એકરમાં ફેલાયેલો છે કચ્ચાથીવૂ ટાપુ, આખરે કોનો છે આ ટાપુ અને કેમ કોઈ ત્યાં રહેતું નથી, જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચે યોજાયેલી એક રેલી

163 એકરમાં ફેલાયેલો છે કચ્ચાથીવૂ ટાપુ, આખરે કોનો છે આ ટાપુ અને કેમ કોઈ ત્યાં રહેતું નથી, જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચે યોજાયેલી એક રેલીમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેણે જાણીજોઈને શ્રીલંકાને કચ્ચાથીવૂ ટાપુ સોંપ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, જે રીતે નવા તથ્યો સામે આવ્યા છે તે દર્શાવે છે કે કોંગ્રેસ સરકારે જાણીજોઈને કચ્ચાથીવૂ ટાપુને છોડી દીધો છે. દરેક ભારતીય તેનાથી નારાજ છે.

કચ્ચાથીવૂ ટાપુ ક્યાં આવેલો છે?
કચ્ચાથીવૂ ટાપુ રામેશ્વરમ, ભારત અને શ્રીલંકા વચ્ચેનો એક નાનકડો ટાપુ છે. રામેશ્વરમથી તેનું અંતર 12 માઈલ છે અને શ્રીલંકાના જાફનાથી તે 10.5 માઈલ છે. કચ્ચાથીવૂ ટાપુનો કુલ વિસ્તાર આશરે 285 એકર છે. આ ટાપુની લંબાઈ 1.6 કિલોમીટર અને પહોળાઈ 300 મીટર છે. કચ્ચાથીવૂ ટાપુની નજીકની વસ્તી ધરાવતો વિસ્તાર ડેલ્ફ ટાપુ છે, જે શ્રીલંકાના અધિકારક્ષેત્રમાં આવે છે.

કચ્ચાથીવૂ ટાપુ પર એકમાત્ર ઇમારત સેન્ટ એન્થોની ચર્ચ છે, જે 20મી સદીમાં બનાવવામાં આવી હતી. દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં, અહીં વાર્ષિક પૂજા થાય છે, જેમાં ભારત અને શ્રીલંકા બંનેના પુજારીઓ સેવાઓનું સંચાલન કરે છે અને બંને દેશોના ભક્તોને અહીં આવવાની મંજૂરી છે. વર્ષ 2023માં લગભગ 2500 ભારતીય ભક્તો અહીં ગયા હતા. 20મી સદીમાં અહીં એક મંદિર પણ બનાવવામાં આવ્યું હતું અને થંગાચી મઠના પુજારીઓ અહીં નિયમિત પ્રાર્થના કરતા હતા. જોકે, બાદમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, આ ટાપુ અંગ્રેજો દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.

આ ટાપુમાં કેમ કોઈ રહેતું નથી?
કચ્ચાથીવૂ ટાપુ સંપૂર્ણપણે નિર્જન છે. અહીં કોઈ રહેતું નથી. તેનું કારણ એ છે કે કચ્ચાથીવૂ ટાપુ પર પીવાના પાણીની કોઈ સુવિધા નથી. બીજું, આ ટાપુને લઈને ભારત અને શ્રીલંકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, તેથી સુરક્ષાના કારણોસર અહીં કોઈને જવાની મંજૂરી નથી.

આખરે કોનો છે આ કચ્ચાથીવૂ ટાપુ?
ભારત અને શ્રીલંકા વચ્ચે કચ્ચાથીવૂ ટાપુને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મધ્ય યુગમાં, કચ્ચાથીવૂ ટાપુ શ્રીલંકાના જાફના રાજ્યના નિયંત્રણ હેઠળ હતું. 17મી સદી સુધીમાં, આ ટાપુનું નિયંત્રણ રામનાથ જમીનદારીના હાથમાં આવ્યું જે રામેશ્વરમથી લગભગ 55 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત હતું. બ્રિટિશ શાસન દરમિયાન, કચ્ચાથીવૂ ટાપુ મદ્રાસ પ્રેસિડેન્સીના નિયંત્રણ હેઠળ આવ્યો.

વર્ષ 1921માં ભારત અને શ્રીલંકા બંનેએ કચ્ચાથીવૂ ટાપુ પર દાવો કર્યો હતો. તે સમયે બંને અંગ્રેજોની વસાહતો હતી. આ સમય દરમિયાન, એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને કચ્ચાથીવૂ ટાપુને શ્રીલંકાના ભાગ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતના એક બ્રિટિશ પ્રતિનિધિમંડળે તેને પડકાર્યો હતો અને તેને ભારતનો ભાગ જાહેર કર્યો હતો. આ ખેંચતાણ 1974 સુધી ચાલુ રહી અને વિવાદ ઉકેલાઈ શક્યો નહીં.

આ સમાચાર શેર કરો