સોનાક્ષીની સાદગીના થયા સૌ કોઈ દિવાના, રિસેપ્શનમાં લાલ સાડી સાથે ગ્રીન નેકપીસ કેરી કર્યું છે તેની કિંમત એટલી કે...
લાંબા સમયની રાહ બાદ દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી લી

લાંબા સમયની રાહ બાદ દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી લીધા છે. તેએ 23 જૂને 2024ના રોજ ઝહીર ઇકબાલ સાથે કાનૂની લગ્ન કર્યા હતા અને ત્યારબાદ દંપતીએ રાત્રે મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં તેના મિત્રો અને નજીકના લોકો સહિત કુલ 1000 લોકોએ હાજરી આપી હતી.
સોનાક્ષીએ તેના લગ્નમાં તેનો લુક એકદમ સિમ્પલ રાખ્યો હતો, પરંતુ રિસેપ્શનમાં તે ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી. સોનાક્ષી સિંહાએ પોતાના રિસેપ્શનમાં લાલ રંગની સુંદર સાડી પહેરી હતી. આ સાથે તેણે પહેરેલ ચોકર અને ઇયરિંગ્સે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
તેણે તેના રિસેપ્શન લુકને પૂર્ણ કરવા માટે જે જ્વેલરી પહેરી હતી તે ખૂબ જ ખાસ હતી. તેની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. આજે તમને અભિનેત્રીના લુક વિશે જણાવશું અને પછી તેની જ્વેલરીની કિંમત પણ જણાવીશું.
સૌથી પહેલા જાણી લો કેવો હતો લગ્નનો લુક
તેના રજિસ્ટર્ડ લગ્ન દરમિયાન અભિનેત્રીએ એક સુંદર આઈવરી રંગની સાડી પહેરી હતી જેમાં ચિકંનકારી વર્ક હતું. તેની સાથે તેણે જ્વેલરી પણ ખૂબ જ હળવી રાખી હતી. તેના આ લુકની ખાસ વાત એ છે કે સોનાક્ષીની તે સાડી 44 વર્ષ જૂની હતી, જે તેની માતા પૂનમ સિંહાએ તેના લગ્નમાં પહેરી હતી. આ સિવાય સોનાક્ષીએ તેની માતાના કલેક્શનમાંથી લગ્નની જ્વેલરી પણ લીધી હતી. લગ્નમાં તે મિનિમલ મેકઅપમાં અદ્દભૂત લાગી રહી હતી.
રિસેપ્શનમાં લોકોના દિલ જીતી લીધા
હવે અભિનેત્રીના રિસેપ્શન લૂકની વાત કરીએ તો સોનાક્ષી સિન્હાએ તેના રિસેપ્શનમાં લાલ રંગની સિલ્ક સાડી પહેરી હતી. તેની સાડીમાં સુંદર ચાંદ બુટા ગોલ્ડન વર્ક હતું. અભિનેત્રીની આ સાડી રૅા મેંગોમાંથી લેવામાં આવી છે. સત્તાવાર વેબસાઇટ પર આ સાડીની કિંમત 79800 રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ બનારસી સાડીના દેખાવને પૂર્ણ કરવા માટે તેણે તેના હાથમાં સોનેરી બંગડીઓ, તેના ગળામાં લીલા પથ્થરની ચોકર અને તેના કાનમાં મોટી બુટ્ટીઓ લીધી હતી.
ચોકર ખૂબ જ ખાસ હતી
સોનાક્ષીનું આ ચોકર કરણ જોહરની જ્વેલરી બ્રાન્ડ ત્યાની જ્વેલરીનું છે. ત્યાનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, સોનાક્ષીના આ ગળા અને કાનના સેટની કુલ કિંમત 4,65,000 રૂપિયા છે. લાલ સાડી સાથે આ ગ્રીન ચોકર ખૂબ જ સુંદર લાગી રહી હતી.
બંગડીઓ પણ સુંદર હતી
તેના રિસેપ્શન લુકને પૂર્ણ કરવા માટે, અભિનેત્રીએ તેના હાથમાં સુંદર સોનેરી રંગની બંગડીઓ પહેરી હતી. તેની કુલ જ્વેલરીની કિંમત 21,25,000 રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. અભિનેત્રીએ લાલ સાડીની સાથે જે જ્વેલરી પહેરી હતી તે તેના દેખાવને વધુ સુંદર બનાવતી હતી.








