Skin Care / શિયાળામાં ત્વચાને આ સમસ્યાઓથી બચાવશે ગુલાબજળ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
બદલાતા હવામાનથી સ્વાસ્થ્યની સાથે ત્વચા પર પણ અસર થાય છે. થોડા દિવસોમાં શિયાળો આવી રહ્યો છે. આવી સ

બદલાતા હવામાનથી સ્વાસ્થ્યની સાથે ત્વચા પર પણ અસર થાય છે. થોડા દિવસોમાં શિયાળો આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ત્વચામાં ડ્રાયનેસ આવી જાય છે. શિયાળાની ઋતુમાં ત્વચાની વધુ કાળજી લેવી પડે છે. આ સિઝનમાં તમે ત્વચાને મોઇશ્ચર આપવા માટે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચાને ઘણો ફાયદો થાય છે.
ગુલાબજળનો ઉપયોગ ફેસ માસ્ક, ક્લીંઝર અથવા ટોનર તરીકે કરી શકાય છે. ગુલાબજળમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે ત્વચાને હાઇડ્રેટેડ રાખવાની સાથે તેને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે બદલાતી ઋતુમાં ગુલાબજળનો ઉપયોગ કેમ કરવો જરૂરી છે.
ખીલ
જો તમારો ચહેરો વધુ પડતો ડ્રાય થઈ રહ્યો છે તો તેનાથી ત્વચા પર ખીલ થઈ શકે છે. ખીલથી બચવા માટે તમારી ત્વચા પર ગુલાબજળ લગાવો. તેના એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાને ખીલથી બચાવે છે. આ સિવાય ગુલાબજળમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ બળતરાને રોકવામાં મદદ કરે છે.
ત્વચાની લાલાશ ઘટાડે
હવામાનમાં અચાનક ફેરફાર ત્વચામાં લાલાશનું કારણ બની શકે છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેના માટે તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. તેના એન્ટી-ઓકિસડન્ટ્સ ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે. તેનાથી ત્વચાનું pH બેલેન્સ બરાબર રહે છે.
ત્વચાને મોઇશ્ચર આપે
ત્વચા ત્યારે જ સ્વસ્થ રહેશે જ્યારે તેમાં મોઇશ્ચર હશે. બદલાતી ઋતુમાં ત્વચા ડ્રાય થઈ જાય છે. આવી સ્થિતિમાં, ગુલાબ જળ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી ત્વચાની ગંદકી પણ દૂર થાય છે.
કેવી રીતે ઉપયોગ કરવો
ગુલાબનો ઉપયોગ કોઈપણ રીતે કરી શકાય છે. તમે તેનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા ફેસ મિસ્ટ તરીકે કરી શકો છો. આ સિવાય તેને એલોવેરા જેલ સાથે મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકાય છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.








