Recipe / સાંજના નાસ્તામાં બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રિસ્પી કોર્ન, દાઢે વળગશે તેનો સ્વાદ
દરરોજ સાંજે ભૂખ લાગે ત્યારે નાસ્તામાં શું બનાવવું, તેવો પ્રશ્ન ઘણા લોકોને થતો હોય છે. જો તમને પણ આવો પ્રશ્ન થતો હોય અને

દરરોજ સાંજે ભૂખ લાગે ત્યારે નાસ્તામાં શું બનાવવું, તેવો પ્રશ્ન ઘણા લોકોને થતો હોય છે. જો તમને પણ આવો પ્રશ્ન થતો હોય અને તમે પણ સાંજના નાસ્તામાં કઈંક ચટપટુ ખાવા ઈચ્છતા હોવ, તો આજે અમે તમારી સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રિસ્પી કોર્ન બનાવવાની એક સરળ રેસીપી શેર કરી રહ્યા છીએ, જે ચાની મજા બમણી કરી શકે છે. તે બનાવવામાં પણ એકદમ સરળ છે. ચાલો જાણીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રિસ્પી કોર્ન બનાવવાની રેસીપી.
સામગ્રી
- મકાઈ (બાફેલી) – 2 કપ
- ચાટ મસાલો - 2 ચમચી
- આરારૂટ પાવડર - 2 ચમચી
- લાલ મરચું પાવડર - 1 ચમચી
- લીંબુનો રસ - 1 ચમચી
- તેલ - તળવા માટે
- મીઠું - સ્વાદ મુજબ
બનાવવાની રીત
- ક્રિસ્પી કોર્ન બનાવવા માટે સૌપ્રથમ બાફેલી મકાઈને એક બાઉલમાં નાખો.
- હવે તેમાં આરારૂટ પાવડર નાખીને મિક્સ કરો.
- આ પછી, કડાઈમાં તેલ ઉમેરો અને જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે તેમાં મકાઈ ઉમેરો
- હવે મકાઈને ડીપ ફ્રાય કરો.
- જ્યારે મકાઈ સોનેરી રંગની થઈ જાય ત્યારે તેને કડાઈમાંથી બહાર કાઢી લો.
- હવે તેમાં લાલ મરચું પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરો.
- રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રિસ્પી કોર્ન તૈયાર છે. તેને ચા સાથે સર્વ કરો.




