આઈ મેકઅપ કરતા પહેલા રાખજો આ 5 બાબતોનું ધ્યાન, નહીંતર પડી જશે લેવાના દેવા!
આજના સમયમાં મોટાભાગની મહિલાઓને મેકઅપ કરવો ગમે છે. મેકઅપ માત્ર સુંદરતા જ નથી વધારતો, પરંતુ તેનાથી લોકોનો આત્મવિશ

આજના સમયમાં મોટાભાગની મહિલાઓને મેકઅપ કરવો ગમે છે. મેકઅપ માત્ર સુંદરતા જ નથી વધારતો, પરંતુ તેનાથી લોકોનો આત્મવિશ્વાસ પણ વધે છે. એક સમય હતો જ્યારે આંખો પર માત્ર કાજલ જ લગાવવામાં આવતું હતું. તે સમયે મહિલાઓ કાજલ લગાવીને જ પોતાની આંખોની સુંદરતા વધારતી હતી, પરંતુ આજનો જમાનો બદલાઈ ગયો છે.
હવે કાજલની સાથે મહિલાઓ આઈલાઈનર, મસ્કરા, આઈશેડો અને ફેક આઈલેશેસનો પણ ઉપયોગ કરે છે. આઈ મેકઅપ કરવો એ એક આર્ટ છે. જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો આંખોની સુંદરતા વધારે છે.
જો તમને પણ આઈ મેકઅપ કરવો ગમે છો, તો કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી મેકઅપ કરવાથી તમારી આંખોમાં ઇન્ફેકશનનો ખતરો ન રહે. આ ટિપ્સને ધ્યાનમાં રાખીને તમારો મેકઅપ વધુ સુંદર બનશે.
પહેલા તમારી આંખો સાફ કરો
આઈ મેકઅપ શરૂ કરતા પહેલા તમારી આંખોને સારી રીતે સાફ કરો. આ માટે તમે સારા ક્લીંઝર અથવા માઈલ્ડ ફેસવોશનો ઉપયોગ કરી શકો છો. જો તમે આંખ સાફ કર્યા વગર મેકઅપ કરો છો, તો ઇન્ફેકશનનું જોખમ રહેશે.
સ્વચ્છ બ્રશનો ઉપયોગ કરો
આઈ મેકઅપ કરતી વખતે, ખાતરી કરો કે તમે જે બ્રશનો ઉપયોગ કરી રહ્યાં છો તે એકદમ સ્વચ્છ છે. જો તે સાફ ન હોય તો, તમારી આંખોને ચેપ લાગવાનું જોખમ રહેશે.
પ્રાઈમર લગાવો
જો તમે આઈ મેકઅપ કરી રહ્યા છો તો આંખો પર પ્રાઈમર લગાવવાનું ભૂલશો નહીં. પ્રાઈમર લગાવવાથી આઈશેડો અને અન્ય પ્રોડક્ટ્સ લાંબા સમય સુધી ટકી રહે છે અને આઈશેડોને સ્મૂધ બેઝ મળે છે. આ મેકઅપની આડઅસરથી પણ આંખોને બચાવે છે.
યોગ્ય રીતે બ્લેન્ડ કરો
જો તમને આઈ શેડો લગાવવો ગમતો હોય, તો તેને યોગ્ય રીતે બ્લેન્ડ કરતા શીખો. જો આઈ શેડોને યોગ્ય રીતે બ્લેન્ડ ન કરવામાં આવે, તો તે ખરાબ દેખાશે. તમારો આખો લુક બગડી જશે.
ફેક આઈલેશેસ લગાવતી વખતે ધ્યાન રાખો
આજકાલ છોકરીઓ ફેક આઈલેશેસનો ઉપયોગ કરે છે. ઘણી વખત તેના ગુંદરથી આંખોને ઘણી તકલીફ થાય છે. આવી સ્થિતિમાં, તેને લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ..








