બાળકોનો ઉછેર કેવી રીતે કરવો? આલિયાથી દીપિકા સુધીની એક્ટ્રેસિસ અપનાવે છે પેરેન્ટિંગની આ ઉત્તમ આદતો!

બાળકોનો ઉછેર માતા-પિતા માટે સૌથી મોટી જવાબદારી હોય છે અને તેને દરેક વ્યક્તિ પોતાની રીતે યોગ્ય રીતે નિભાવે છે. આજકાલ બાળકોની સંભાળ અને તેનો ઉછેર દરેક પેરેન્ટ્સ માટે એક મોટા પડકાર સમાન બની ગયો છે. સોશિયલ મીડિયાના યુગમાં બાળકોને પ્રોટેક્ટ કરવા મોટી જવાબદારી છે. એવામાં બોલિવૂડ એક્ટ્રેસિસે પોતાના બાળકોના ઉછેર માટે કેટલાક નિયમો બનાવ્યા છે, જેનાથી તેના બાળકો શરૂઆતથી જ સારી આદતોમાં ઢળી જાય છે. અહીં જાણો સ્ટાર મોમ્સની પેરેન્ટિંગ ટિપ્સ.
સ્ટાર મોમ્સના 5 પેરેન્ટિંગ રૂલ્સ
1. અનુષ્કા શર્માની સ્લીપ-મીલ પેટર્ન
અનુષ્કા શર્માએ પોતાના બાળકોની સ્લીપ (ઊંઘ) અને મીલ (જમવાનો) ટાઇમ શરૂઆતથી જ નક્કી કરેલો છે. એટલું જ નહીં, એક્ટ્રેસ ટ્રાવેલિંગ દરમિયાન પણ બાળકોના સુવા અને જમવાના યોગ્ય સમયનું ખાસ ધ્યાન રાખે છે. આનાથી બાળકો હંમેશાં યોગ્ય રૂટિનમાં રહે છે અને તેમનું શિડ્યુલ ફિક્સ થઈ જાય છે.
2. ઐશ્વર્યા રાયનો ક્વોલિટી ટાઇમ રૂલ
ઐશ્વર્યા રાય બાળકને ક્વોલિટી ટાઇમ આપવામાં વિશ્વાસ રાખે છે. પુત્રી આરાધ્યાના જન્મ પછી તેણે પોતાનો પૂરો સમય તેને આપ્યો અને કામમાંથી પણ બ્રેક લીધો. તેનું માનવું છે કે બાળક સાથે ગુણવત્તાસભર સમય વિતાવવો માતા-પિતા માટે સૌથી જરૂરી છે. જો તમે બાળક સાથે સમય વિતાવો છો, તો તે તમારી પાસેથી ઘણું બધું શીખે છે.
3. મીરા રાજપૂતે સેટ કરી હેલ્ધી બાઉન્ડ્રીઝ
મીરા રાજપૂતે પોતાના બાળકો માટે હેલ્ધી બાઉન્ડ્રીઝ નક્કી કરી છે, જે તેને સ્ક્રીન ટાઇમ અને કુદરતી વાતાવરણ વચ્ચે બેલેન્સ બનાવવામાં મદદ કરે છે. મીરાએ શરૂઆતથી જ બાળકોના સ્ક્રીન ટાઇમને લિમિટમાં રાખ્યો છે અને તેને ખુલ્લા વાતાવરણમાં રમવા તથા નવી વસ્તુઓ શીખવાની કળા શીખવી છે. મીરાનું કહેવું છે કે જો બાળકો આખો દિવસ સ્ક્રીનમાં પરોવાયેલા રહેશે તો તે બહારની દુનિયાથી કપાઈ જશે.
4. આલિયા ભટ્ટે બેલેન્સ કરતા શીખવ્યું
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને ટોચના સ્ટાર્સ છે, એવામાં કરિયરની સાથે પુત્રી રાહાને સંભાળવી બંનેની જવાબદારી છે. રાહાની બાબતોને લઈને આલિયા અને રણબીરે પરસ્પરમાં જવાબદારીઓ વહેંચી લીધી છે. આનાથી બંને રાહાને ક્વોલિટી ટાઇમ આપી શકે છે અને તેને વર્ક-લાઇફ બેલેન્સ કરવાની કળા શરૂઆતથી જ શીખવી રહ્યા છે. બાળક માતા-પિતા બંનેની જવાબદારી છે, માત્ર મમ્મી કે પપ્પાના ભરોસે છોડી શકાય નહીં.
5. દીપિકા પદુકોણ શીખવે છે સંસ્કાર
દીપિકા પદુકોણનું માનવું છે કે બાળકોને માત્ર મોર્ડન જ નહીં પરંતુ ટ્રેડિશનલ વેલ્યૂઝ (પરંપરાગત મૂલ્યો)ની પણ ખબર હોવી જોઈએ. તેથી તે પોતાની પુત્રીને યોગ્ય સંસ્કાર શીખવે છે, જેમ કે નમસ્તે કરવું અને વડીલોનો આદર કરવો. આ આદતો બાળકોને બાળપણથી જ શીખવવી જોઈએ, જેનાથી બાળક માત્ર મોર્ડન જ નહીં પણ એક સંસ્કારી અને સારો માણસ બને. આજકાલના પેરેન્ટ્સ મોર્ડન બનાવવાની ઘેલછામાં બાળકોમાં બેસિક વેલ્યૂઝ ઉમેરવાનું ભૂલી જાય છે.

