મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચ જીલ્લામાં ત્રણ બાળકોનો ચાંદીપુરા રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો

ભરૂચ જીલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ત્રણ કેસના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્ર

તસવીર: gstv

ભરૂચ જીલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ત્રણ કેસના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ઝઘડિયા, ભરૂચ શહેર અને વાલિયા વિસ્તારના ત્રણ બાળકોમાં સતત તાવ, ઝાડા-ઊલટી અને ખેંચની તકલીફ જોવા મળતાં તેમને શંકાસ્પદ કેસ તરીકે KMCRI સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન બાળકોને જરૂરી દવાઓ અને ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો હતો. તે દરમિયાન લેબોરેટરી રિપોર્ટમાં ત્રણેય કેસ નેગેટિવ આવ્યા. સારવાર બાદ ત્રણેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ..

આ સમાચાર શેર કરો