Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Try the famous Indori Poha for breakfast, here is the step-by-step recipe

Recipe: સવારના નાસ્તામાં ટ્રાય કરો ફેમસ ઇન્દોરી પૌઆ, આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી

Timeછેલ્લું અપડેટ : 02 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Recipe: સવારના નાસ્તામાં ટ્રાય કરો ફેમસ ઇન્દોરી પૌઆ, આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી
સોર્સ : GSTV

જો તમે નાસ્તામાં કંઈક અલગ અને ટેસ્ટી ટ્રાય કરવા માંગતા હોવ, આજે અમે તમને ઘરે ઇન્દોરી પૌઆ બનાવવાની સરળ રીત જણાવીશું. મધ્ય પ્રદેશના ઇન્દોરી પૌઆ પોતાના ખાસ સ્વાદને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

App Store

સવારનો નાસ્તો દિવસની સૌથી મહત્ત્વની શરૂઆત હોય છે. સવારના સમયે એવા નાસ્તાની જરૂર હોય છે જે હેલ્ધી અને ટેસ્ટી હોવાની સાથે ઓછા સમયમાં સરળતાથી બનાવી શકાય. ઇન્દોરી પૌઆ આવો જ એક ઉત્તમ વિકલ્પ છે. આ પૌઆ ડુંગળી, લીલા મરચાં, સીંગદાણા, ઇન્દોરી સેવ અને દાડમથી બનાવવામાં આવે છે. હળવા હોવાને કારણે તે સરળતાથી પચી જાય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે.

ઇન્દોરી પૌઆ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ જાડા પૌઆ
  • 1 ડુંગળી (ઝીણી સમારેલી)
  • લીલા મરચાં (સ્વાદ મુજબ)
  • અડધો કપ સીંગદાણા
  • અડધી નાની ચમચી: રાઈ, વરિયાળી અને હળદર પાવડર
  • 5-6 મીઠો લીમડો (કરી પત્તા)

મસાલો બનાવા માટે

  • 1 નાની ચમચી ખાંડ
  • મીઠું (સ્વાદ મુજબ)
  • લીંબુ
  • 2 ચમચી તેલ
  • કોથમીર
  • ઇન્દોરી સેવ
  • દાડમના દાણા

ઇન્દોરી પૌઆ બનાવવાની રીત

પૌઆ પલાળવા: 

સૌથી પહેલા પૌઆને એક ચાળણીમાં લઈને હળવા હાથે સાફ પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે પૌઆને પાણીમાં પલાળી રાખવાના નથી, માત્ર હળવા ભીના કરવાના છે.

મિશ્રણ:

હવે તેમાં મીઠું અને 1 નાની ચમચી ખાંડ ભેળવીને 10-15 મિનિટ માટે રહેવા દો. આનાથી પૌઆ છૂટા-છૂટા (ખીલેલા) બનશે.

સીંગદાણા શેકવા: 

એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં અડધો કપ સીંગદાણા નાખીને સોનેરી થાય ત્યાં સુધી તળી લો અને પછી એક પ્લેટમાં કાઢી લો.

વઘાર: 

તે જ તેલમાં અડધી નાની ચમચી રાઈ, વરિયાળી અને 5-6 મીઠો લીમડો નાખો.

શાકભાજી: 

જ્યારે રાઈ તતડવા લાગે, ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં નાખીને હળવા ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં અડધી નાની ચમચી હળદર પાવડર ઉમેરો.

પૌઆ ઉમેરવા: 

પલાળેલા પૌઆ કડાઈમાં નાખો અને હળવા હાથે હલાવો જેથી મસાલો બરાબર ભળી જાય.

કડાઈને ઢાંકણથી ઢાંકીને 2-3 મિનિટ માટે ધીમી આંચ પર ચઢવા દો.

ફિનિશિંગ: 

હવે ગેસ બંધ કરી દો. ઉપરથી તાજો લીંબુનો રસ અને સમારેલી કોથમીર નાખો.

સર્વિંગ: 

પૌઆને એક પ્લેટમાં કાઢો. ઉપરથી તળેલા સીંગદાણા, ઇન્દોરી સેવ, મસાલો અને દાડમના દાણા ભભરાવીને ગરમાગરમ પીરસો.

ટોપિક્સ:indori poha recipegstv news