Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : If you are tired of eating vegetable rotis, make creamy and tasty paneer makhni biryani at home

Recipe: શાક રોટલી ખાઈને કંટાળ્યા હોવ તો ઘરે બનાવો ક્રીમી અને ટેસ્ટી પનીર મખની બિરયાની

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Recipe: શાક રોટલી ખાઈને કંટાળ્યા હોવ તો ઘરે બનાવો ક્રીમી અને ટેસ્ટી પનીર મખની બિરયાની
સોર્સ : GSTV

શું તમે રોજ એકજ પ્રકારનું જમવાનું જમીને કંટાળી ગયા છો અને કંઈક નવું અને ટેસ્ટી ટ્રાય કરવા માંગો છો? જો હા, તો આ વખતે તમારા ડિનર મેનૂમાં સામેલ કરો પનીર મખની બિરયાની.

App Store

તૈયારીનો સમય: 45-50 મિનિટ

સામગ્રી

  • પનીર: 200 ગ્રામ
  • બાસમતી ચોખા: 1.5 કપ
  • ટામેટા: 4 નંગ
  • ડુંગળી: 2 નંગ (ગ્રેવી માટે) + 1 નંગ (તળેલી-બિરિસ્તા માટે)
  • આદુ-લસણની પેસ્ટ: 1 ચમચી
  • કાજુ: 15-20 નંગ
  • માખણ : 2 મોટી ચમચી
  • ઘી:2 મોટી ચમચી
  • તેલ: 1 મોટી ચમચી
  • મસાલા: લાલ મરચું પાવડર (1 ચમચી), ધાણાજીરું (1 ચમચી), ગરમ મસાલો (અડધી ચમચી), કસૂરી મેથી (1 ચમચી), મીઠું (સ્વાદાનુસાર)
  • ગળપણ: મધ અથવા ખાંડ (1 ચમચી)
  • આખા મસાલા: તમાલપત્ર (1), તજ (1 ટુકડો), લીલી ઈલાયચી (2), લવિંગ (2)
  • અન્ય: કેસર (દૂધમાં પલાળેલું), તાજા ફુદીના અને કોથમીરના પાન (ઝીણા સમારેલા)

બનાવવાની રીત

મખની ગ્રેવી તૈયાર કરો: 

એક પેનમાં થોડું તેલ અને માખણ ગરમ કરો. તેમાં ડુંગળી, ટામેટા, કાજુ, આદુ-લસણની પેસ્ટ અને થોડું મીઠું નાખીને નરમ થાય ત્યાં સુધી ચઢવા દો.

પેસ્ટ બનાવો: 

આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં પીસીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો.

ગ્રેવીને વઘારો: 

એ જ પેનમાં ફરી થોડું માખણ નાખી તૈયાર પેસ્ટ ઉમેરો. તેમાં લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો.

પનીર ઉમેરો: 

હવે તેમાં પનીરના ટુકડા, કસૂરી મેથી અને મધ (અથવા ખાંડ) નાખીને 2-3 મિનિટ સુધી પકાવો. તમારી મખની ગ્રેવી તૈયાર છે.

ભાત તૈયાર કરો: 

ચોખાને 30 મિનિટ પલાળી રાખો. એક મોટા વાસણમાં ઘી ગરમ કરી તમાલપત્ર, તજ, ઈલાયચી અને લવિંગ સાંતળો. હવે તેમાં પલાળેલા ચોખા, પાણી અને મીઠું નાખીને ચોખાને 80% જેટલા રાંધી લો.

લેયરિંગ કરો: 

એક મોટા વાસણમાં સૌથી નીચે મખની ગ્રેવીનું એક લેયર કરો. તેના પર અડધા રાંધેલા ભાતનું લેયર બનાવો. ઉપર થોડી તળેલી ડુંગળી, ફુદીનો અને કોથમીર ભભરાવો.

ફરીથી લેયરિંગ: 

ફરીથી બાકીની ગ્રેવીનું લેયર અને ઉપર બાકીના ભાત ફેલાવો. છેલ્લે કેસર વાળું દૂધ, તળેલી ડુંગળી અને કોથમીર-ફુદીનો ઉમેરી વાસણને ઢાંકી દો.

દમ આપો: 

ધીમી આંચ પર 15-20 મિનિટ સુધી થવા દો જેથી બધા સ્વાદ એકબીજામાં ભળી જાય.

સર્વિંગ ટિપ: પીરસતા પહેલા બિરયાનીને હળવા હાથે મિક્સ કરો જેથી ગ્રેવી અને ચોખા સરસ રીતે ભળી જાય. તેને ઠંડા રાયતા કે સલાડ સાથે ગરમાગરમ સર્વ કરો.