Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : This 'Sheer Khurma' recipe will enhance the taste of Iftar, see the easy way to make it

Recipe: ટ્રાય કરો દૂધ અને ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર શીર ખુરમાની આ રેસિપી, નોંધી લો સામગ્રી અને રીત

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Recipe: ટ્રાય કરો દૂધ અને ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર શીર ખુરમાની આ રેસિપી, નોંધી લો સામગ્રી અને રીત
સોર્સ : GSTV

રમઝાનના પવિત્ર મહિનામાં લોકો સહેરી અને ઈફ્તાર દરમિયાન ઘણી વસ્તુઓનું સેવન કરે છે. તેમાંથી એક શીર ખુરમા એટલે કે સેવૈયાની ખીર પણ છે. અહીં શીર ખુરમા બનાવવાની રીત જણાવવામાં આવી છે, જેની મદદથી તમે તેને ઝડપથી બનાવી શકો છો.

App Store

રમઝાનનો મહિનો ધીરજ, પરીક્ષા, દાન-પુણ્ય અને ઈબાદતનો હોય છે. રમઝાનના પાય મહિનામાં રોજા રાખનારા લોકો સવારે સહેરી કર્યા પછી સીધા સાંજે ઈફ્તારીમાં જમે છે. આ દરમિયાન ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાં ખીર પણ સામેલ છે. ખાસ કરીને શીર ખુરમા (સેવૈયાની ખીર) ઈફ્તાર અને સહેરી દરમિયાન ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. દૂધ, ડ્રાય ફ્રૂટ્સ, ખજૂર અને સેવૈયામાંથી બનેલી આ વાનગી ખૂબ જ પૌષ્ટિક હોય છે.

આ પરંપરાગત મીઠાઈ માત્ર ઈફ્તારીમાં જ નહીં, પણ ઈદના પ્રસંગે પણ બનાવવામાં આવે છે. તેને બનાવવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ જ્યારે તે તૈયાર થાય છે ત્યારે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ તેને બનાવવાની રીત:

શીર ખુરમા બનાવવા માટેની સામગ્રી

* દેશી ઘીમાં શેકેલી સેવૈયા
* 1 લિટર તાજું ફૂલ ક્રીમ દૂધ
* 2 ચમચી ખાંડ/ગોળ અથવા 8-9 ખજૂર
* ઘી
* ગુલાબજળ
* 10 કાજુ
* 10 બદામ
* 10 પિસ્તા
* 10 કિસમિસ
* ઈલાયચી પાવડર
* કેસર

શીર ખુરમા બનાવવાની રીત

- સૌ પ્રથમ એક કડાઈમાં એક મોટી ચમચી ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં કાજુ, બદામ અને પિસ્તા નાખીને સોનેરી થાય ત્યાં સુધી શેકો.
- ત્યારબાદ કિસમિસ નાખીને થોડી વાર સાંતળો. આ બધા ડ્રાય ફ્રૂટ્સને એક પ્લેટમાં કાઢીને અલગ રાખી દો.
- હવે અડધો કપ શેકેલી સેવૈયા નાખીને ફરીથી થોડી સેકન્ડ માટે શેકી લો.
- ત્યારબાદ તેને અલગ રાખો અને હવે દૂધ ઉકાળવા મૂકો.
- દૂધ ઉકળે એટલે તેમાં સેવૈયા નાખો અને ચઢવા દો. જ્યારે સેવૈયા નરમ થઈ જાય ત્યારે તેમાં ૨ ચમચી ખાંડ ઉમેરો.
- ત્યારબાદ 4 કેસરના તાંતણા અને ઈલાયચી પાવડર નાખો.
- આ મિશ્રણને લગભગ 15 મિનિટ સુધી ધીમા તાપે ઘટ્ટ અને મલાઈદાર થાય ત્યાં સુધી ચડવા દો. ત્યારબાદ તેમાં પહેલાથી શેકેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો.
- છેલ્લે ગુલાબજળ નાખીને થોડી વાર ચઢવા દો. તમારી સ્વાદિષ્ટ 'શીરમ ખુરમા' તૈયાર છે.
- હવે તેની ઉપર ડ્રાય ફ્રૂટ્સ ગાર્નિશ કરીને ગરમાગરમ કે ઠંડુ સર્વ કરી શકો છો.