Recipe : આ રીતે ઘરે બનાવો કાજુ ગાંઠિયાનું શાક, ઠંડીમાં ખાવાની મજા આવશે

કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક ઠંડીમાં ખાવાની મજા આવે છે. આ શાક હેલ્થ માટે પણ હેલ્ધી સાબિત થાય છે. આ શાક તમારા ઘરે કોઈ ફંક્શન છે તેમજ કિટી પાર્ટી છે તો બનાવી શકો છો. આ શાક બનાવવામાં એકદમ સરળ છે. આમ, તમને કાઠિયાવાડી ટેસ્ટ જોઈએ છે તો આ રીતે કાજુ ગાંઠિયાનું શાક બનાવો અને ખાવાની મજા માણો. તો નોંધી લો રીત અને આ રીતે ઘરે બનાવો કાજુ ગાંઠિયાનું શાક.
સામગ્રી
- કાજુ
- ગાંઠિયા
- મલાઈ
- તેલ
- જીરું
- હિંગ
- ડુંગળી
- લસણ
- મીઠું
- મરચું
- હળદર
- ગરમ મસાલો
- આદુની પેસ્ટ
- કોથમીર
બનાવવાની રીત
કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળી કટ કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે ડુંગળી સાંતળી લો. ડુંગળી સંતળાઈ જાય પછી આદુ લીલા મરચાની પેસ્ટ એડ કરો. તમે ઈચ્છો છો તો એક ઝીણું સમારેલું ટામેટું મિક્સ કરી શકો છો.
આ પ્રોસેસ થઈ જાય પછી એક ચમચી ચણાનો લોટ, મરચું, મીઠું અને હળદર મિક્સ કરો.
હવે કાજુ મિક્સ કરો. આ કાજુ તમે પહેલાં સાંતળીને મિક્સ કરો છો તો વધારે ટેસ્ટ આવે છે. કાજુને ગ્રેવીમાં મિક્સ કર્યા પછી 3થી 4 મિનિટ માટે ઢાંકી દો.
ગ્રેવીમાં કાજુ પ્રોપર રીતે મિક્સ થાય એટલે ગાંઠિયા મિક્સ કરો. ખાસ ધ્યાન રાખો કે ગાંઠિયા તમારે લાસ્ટમાં મિક્સ કરવાનાં છે. ગાંઠિયા તમે પહેલાં મિક્સ કરી દેશો તો શાક ટેસ્ટમાં ટેસ્ટી નહીં બને અને ખાવાની મજા નહીં આવે.
તો તૈયાર છે કાજુ ગાંઠિયાનું શાક.

