Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make crispy carrot halwa without milk

Recipe : દૂધ વગર બનાવો કણીદાર ગાજરનો હલવો, ઠંડીમાં જરૂર ખાવી જોઈએ આ વાનગી

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : દૂધ વગર બનાવો કણીદાર ગાજરનો હલવો, ઠંડીમાં જરૂર ખાવી જોઈએ આ વાનગી
સોર્સ : gstv

ઠંડીની સિઝનમાં ગાજરનો હલવો ખાવાની મજા આવે છે. લાલ ગાજર બજારમાં જોતાની સાથે લેવાની ઇચ્છા થઇ જાય છે. લાલ ગાજરનો હલવો એક એવી રેસિપિ છે જે બાળકોથી લઇને મોટા એમ દરેક લોકોને ખૂબ ભાવે છે. આમ, તમે પણ ગાજરનો હલવો ખાવાના શોખીન છો તો આ રેસિપિ નોંધી લો. આ રીતે તમે ગાજરનો હલવો બનાવશો તો દૂધની પણ જરૂર નહીં પડે. તો નોંધી લો રીત.

App Store

આ રીતે ગાજરનો હલવો બનાવો

ગાજરનો હલવો બનાવવા માટે સૌ પ્રથમ એક કિલો ગાજર લો અને સારી રીતે ધોઇ દો. ત્યારબાદ આ ગાજરને છીણી લો. તમે ઓછી મહેનતે ગાજરનો હલવો બનાવવા ઇચ્છો છો તો છીણવાની જરૂર નથી. આ ગાજર તમે ચોપરમાં પણ ક્રશ કરી શકો છો.

હલવો બનાવવા માટે લગભગ 200 ગ્રામ માવો લો. માવો નથી તો તમે દૂધમાંથી પણ ઘરે બનાવી શકો છો. એક લીટરમાંથી તમે ઘરે માવો તૈયાર કરી શકો છો.

હવે છીણેલા ગાજરને એક કડાઇમાં લઇ લો. આ ગાજરને ધીમા ગેસે સતત હલાવતા રહો. 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દો. આમ, કરવાથી છીણેલા ગાજર મસ્ત નરમ થઇ જશે અને સુગંધ પણ આવશે.

જ્યારે ગાજર સોફ્ટ થઇ જાય એટલે સ્વાદાનુસાર ખાંડ નાખો. ખાંડ ઓગળી જાય એટલે ગાજરમાં માવો મિક્સ કરો. આ સમયે સતત હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ પણ સ્લો રાખવાની છે.

હવે આ હલવામાં મિલ્ક પાઉડર એડ કરો.

  • મિલ્ક પાઉડરથી હલવામાં મસ્ત ટેસ્ટ આવશે અને ખાવાની પણ મજા આવશે.
  • ઉપરથી ઝીણી સમારેલી બદામ, કાજુ તેમજ દ્રાક્ષ નાખો. ત્યારબાદ આ ગાજરનાં હલવામાં તમે ઇલાયચી પાઉડર મિક્સ કરો. તમને બીજા ડ્રાય ફ્રૂટ્સ ભાવે છે તો તમે એ પણ એડ કરી શકો છો.
  • તો તૈયાર છે ગરમાગરમ ગાજરનો હલવો.
  • આમ, આ રીતે તમે ગાજરનો હલવો બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને ખાવાની બહુ મજા આવશે.
  • આ હલવો તમે ઘરે આવનાર મહેમાનને પણ પીરસી શકો છો.
  • ગાજરનો હલવો તમે ટિફિનમાં પણ આપી શકો છો.