Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make tasty and healthy halwa from raw papaya

Recipe : કાચા પપૈયામાંથી બનાવો ટેસ્ટી અને હેલ્ધી હલવો, શિયાળામાં આ વાનગી ખાવી ખૂબ લાભદાયી

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : કાચા પપૈયામાંથી બનાવો ટેસ્ટી અને હેલ્ધી હલવો, શિયાળામાં આ વાનગી ખાવી ખૂબ લાભદાયી
સોર્સ : Google

પપૈયું સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. સામાન્ય રીતે લોકો પાકું પપૈયું ખાતા હોય છે. પરંતુ કાચું પપૈયું અનેક ગુણોથી ભરપૂર હોય છે. કાચા પપૈયાનું સેવન તમે નિયમિત કરો છો તો હેલ્થને ગજબનાં ફાયદા થાય છે. આ ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે. આમ આજે તમને કાચા પપૈયામાંથી હલવો બનાવવાની રીત જણાવીશું. આ રીતે તમે હલવો બનાવશો તો ખાવાની મજા આવશે અને હેલ્થ માટે સુપર હેલ્ધી સાબિત થાય છે.

App Store

સામગ્રી

  • 500 ગ્રામ કાચું પપૈયું
  • ત્રણ કપ દૂધ
  • એલચી પાઉડર
  • કાજુ બદામ
  • ત્રણ મોટી ચમચી ઘી
  • કિશમિશ
  • એક ચમચી વરિયાળી
  • સ્વાદાનુંસાર ખાંડ

બનાવવાની રીત

કાચા પપૈયામાંથી હલવો બનાવવા માટે સૌ પ્રથમ પપૈયાને ધોઇ લો. ત્યારબાદ છાલ કાઢીને નાના નાના ટુકડા અથવા છીણ કરી લો. હવે કાજુ અને બદામ પીસી લો.
એક કડાઇમાં ઘી ગરમ કરવા માટે મૂકો.
ઘી ગરમ થઇ જાય એટલે છીણેલું પપૈયું મિક્સ કરો. આ સમયે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તમે ટુકડા મિક્સ કર્યા છે તો ચમચીની મદદથી મેશ કરો. આ રીતે મસળવાથી ટેસ્ટ સારો આવે છે.
ઢાંકીને 5 મિનિટ માટે થવા દો. ત્યારબાદ પપૈયામાં દૂધ અને લીલી ઇલાયચી પીસેલી મિક્સ કરો. દૂધ બરાબર મિક્સ થઇ જાય ત્યાં સુધી થવા દો. આમ કરવાથી ટેસ્ટ સારો આવે છે.
પીસેલા પપૈયામાં ખાંડ મિક્સ કરો. ખાસ ધ્યાન રાખો કે ખાંડ મિક્સ કરો ત્યારે સતત હલાવતા રહેવાનું છે. આમ કરવાથી નીચે ચોંટશે નહીં. ગેસની ફ્લેમ મિડીયમ કે ફાસ્ટ રાખવાની નથી. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે.